પોપસ્ટાર બોબીથી ફિઆન્સે થઇ ગઇ ગર્ભવતી, ફેન્સની માફી માંગી કરી લગ્નની જાહેરાત

સેપ્ટેમ્બર મહિનામાં પિતા બનશે બોબી

બોબી લખે છે, હું જવાબદારીનો ભાર અનુભવું છું. કારણ કે મને લાગે છે કે, હંમેશા મને મદદ કરનાર અને ટેકો આપનાર લોકો માટે મેં મોટો બોજ ઉભો કર્યો છે. હું એવા લોકો માટે દિલથી માફી માંગું છું

  • Share this:
દક્ષિણ કોરિયાના ખ્યાતનામ બેન્ડ iKONના સ્ટાર બોબીએ ફેન્સની માફી માંગી છે.  આ માફી તેણે એટલે માંગી છે કારણે કે તેનાંથી તેની ફિઆન્સે ગર્ભવતી થઇ ગઇ છે અને હવે તે પોતાની ભૂલ સુધારવા માંગે  છે તેથી તે તેની સાથે લગ્ન કરવાં જઇ રહ્યો છે. આ સાથે જ તે  ટૂંક સમયમાં પિતા બનવાનો હોવાની જાહેરાત તેણે કરી છે. આ જાહેરાત બાદ તેના પર અભિનંદનનો વરસાદ થયો છે. ગાયકે ઇન્સ્ટાગ્રામ પર હાથથી લખાયેલી નોટ પોસ્ટ કરી છે. જેમાં તેણે આ વાત ગુપ્ત રખવા બદલ ચાહકોની માફી માંગી છે.

આ પણ વાંચો-HBD Sana Khan: સના પર લાગી ચુક્યો છે અપહરણનો આરોપ, હવે ઇસ્લામ મોટે છોડી ફિલ્મ ઇન્ડસ્ટ્રી
આ પણ વાંચો-PHOTOS:આ ગુજરાતણની કામ કરતાં વધુ ચર્ચા ફ્લેક્સિબલ બોડીને કારણે થાય છે

તેણે લખ્યું છે કે, હેલ્લો, આ iKONનો બોબી છે. હું આજે તમને કંઈક કહેવા માગું છું. હું ખૂબ સમજી વિચારીને આ લખી રહ્યો છું. હું જેને પ્રેમ કરું છું તેને લગ્ન કરવાનું વચન આપ્યું છે. હું સપ્ટેમ્બરમાં પિતા બનવાનો છું. પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરતા આનંદ થાય છે. આ ખબર સાંભળી ચકિત થનાર ચાહકો માટે હું દિલગીર છું. મારે તમને આ પહેલા જ કહી દેવાની જરૂર હતી. પણ હવે જણાવી રહ્યો છું તે બદલ માફી માંગુ છું.
View this post on Instagram


A post shared by @bobbyindaeyo


હું જવાબદારીનો ભાર અનુભવું છું. કારણ કે મને લાગે છે કે, હંમેશા મને મદદ કરનાર અને ટેકો આપનાર લોકો માટે મેં મોટો બોજ ઉભો કર્યો છે. હું એવા લોકો માટે દિલથી માફી માંગું છું જેઓ મારા સમાચારથી દુઃખી અથવા મૂંઝવણમાં છે. હું મારા માતા પિતાને, iKON સભ્યોને અને ચાહકો માટે શરમજનક ન હોય તેવી વ્યક્તિ બનીશ. હું સભ્યો અને આઇકોનની એક્ટિવિટીની રાહ જોતા ચાહકોને નુકસાન ન પહોંચાડવા માટે વધુ સખત મહેનત કરીશ.

આ પણવાંચો-Bell Bottom Box Office Day 2: અક્ષય કુમારની ફિલ્મની પકડ થઇ ઢીલી, ઘટી કામાણી

ઉલ્લેખનીય છે કે, iKON એ દક્ષિણ કોરિયન બોય બેન્ડ છે. જે 2015માં વાયજી એન્ટરટેઇનમેન્ટ દ્વારા બનાવાયું હતું. આ બેન્ડમાં બોબી, જિન્હવાન, જુ -ને, યુનહ્યોંગ, ડોંગહ્યુક અને ચાનવુ સહિત છ સભ્યોનો સમાવેશ થાય છે. બોબીએ આ જાહેરાત કરી છે, પણ વાયજી એન્ટરટેઇનમેન્ટે દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે. પોતાના સ્ટાર સ્ટેટ્સને હાનિ થઈ શકે તેવા ડરથી K-popના સભ્યો પોતાની લવ લાઇફને ગુપ્ત રાખતા હોય છે.
Published by:Margi Pandya
First published: