હોલિવૂડ સિંગર જસ્ટિન બીબર હાલ પોતાની બીમારીને (Justin Bieber Health Updates) કારણે ચર્ચામાં છે. તેને રેમસે હન્ટ સિન્ડ્રોમ (Ramsay Hunt Syndrome) હોવાનું સામે આવ્યું છે. આ બીમારીથી જસ્ટિનનો ચહેરો અસરગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે ગાયકનો અડધો ચહેરો લકવાગ્રસ્ત થઈ ગયો છે. આ ખરાબ સમયમાં પણ ગાયકે હાર માની નથી અને જલદી જ સાજા થવાની રાહ જોઇ રહ્યો છે.
સિંગલ મધર અને આર્થિક સમસ્યાઓ (Single Mother & Financial Problems) વચ્ચે ઉછરેલા જસ્ટિન બીબરને બાળપણથી ગાવાનો શોખ હતો. તેના આ જ શોખે તેને દુનિયાની સામે એક સ્ટાર બનાવી દીધો. આજે તે ખૂબ નાની ઉંમરે કરોડોની સંપત્તિનો માલિક અને સફળ આર્ટિસ્ટ છે. તો ચાલો જાણીએ તેના બાળપણ અને સફળ આર્ટિસ્ટ બનવાની કહાની (Justin's Life story) વિશે.
સિંગલ મધરે કર્યો હતો ઉછેર
જસ્ટિનનો જન્મ 1 માર્ચ, 1994માં થયો હતો. તેની માતાનું નામ પેટી મેલેટ અને પિતાનું નામ જેરેમી જેક બીબર છે. આજે ભલે જસ્ટિને તેના પિતા સાથે સંબંધ રાખ્યો હોય. પરંતુ તેનો ઉછેર તેની માતાએ એકલા હાથે કરી હતી. જસ્ટિનની માતા લગ્ન વગર જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી અને તેણે પ્રેગ્નેન્સી હોમમાં રહીને જસ્ટિનને જન્મ આપ્યો હતો.
જસ્ટીન બીબરના ફેન
પુસ્તકમાં છલકાયું માતાનું દુઃખ
પેટી મેલેટે થોડા વર્ષ પહેલા જ પોતાની પુસ્તક ‘Nowhere but up: The story of JustinBieber’s Mom’માં પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતું. પેરેન્ટ્સના ડિવોર્સ, ભાવનાત્મક ઉથલપાથલ, સ્યુસાઇડ અટેમ્પ્ટ, કન્સીવ કર્યા પહેલા જસ્ટિનની માતાએ પોતાના જીવનના દરેક પળોને વર્ણવ્યા હતા.
જ્યારે પેટીની પ્રેગ્નેન્સીની વાત તેના માતાપિતાને જાણ થઇ ત્યારે તેમણે પણ તેને સહારો નહોતો આપ્યો. પેટીએ પ્રેગ્નેન્સી હોમમાં આશરો લીધો હતો. જસ્ટિનના જન્મ બાદ જ્યારે પેટીએ પ્રેગ્નેન્સી હોમમાંથી બહાર આવી પોતાની ઓળખ બનાવી તો તેના માતાપિતાએ તેને દરેક વાતમાં સપોર્ટ આપ્યો હતો. જોકે, પેટીએ પોતાના દમ પર બધા કામો કર્યા હતા. તે પોતાના દિકરાને સારું જીવન આપવા માંગતી હતી.
યૂટ્યૂબ વિડીયોએ બનાવી દીધો સ્ટાર
જ્યારે જસ્ટિન બે વર્ષનો હતો, ત્યારે તેની માતા પેટીને મ્યૂઝીક પ્રત્યે પુત્રના લગાવનું ભાન થયું હતું. આ દરમિયાન પેટીએ ઘણા નાના મોટા કામ કર્યા. નબળી આર્થિક સ્થિતિ હોવા છતા તે જસ્ટિનને દરેક સુખ આપવાના પ્રયાસો કરતી રહી.
જસ્ટીન બીબર
પેટી 18 વર્ષની હતી, જ્યારે તે જેરેમીના બાળકની માતા બની હતી. વર્ષ 2007માં જ્યારે જસ્ટિન 12 વર્ષનો હતો, ત્યારે જસ્ટિને સ્ટ્રેટફોર્ડમાં એક લોકલ કોમ્પિટીશનમાં ‘સો સિક’ સોન્ગ ગાયું હતું. જેના માટે તેને બીજો ક્રમ મળ્યો હતો. પેટીએ આ પર્ફોમન્સનો વિડીયો યુટ્યૂબ પર અપલોડ કર્યો. તે જસ્ટિન દ્વારા ગાવામાં આવતા R&Bના કવર્સ યુટ્યૂબ પર પોસ્ટ કરતી રહી. જોતજોતામાં જસ્ટિનને નાની ઉંમરમાં જ ઓળખ મળવા લાગી હતી. આ તો હજુ શરૂઆત હતી. યુટ્યૂબ પર જસ્ટિનના એક વિડીયોએ તેને રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો.
મળવા લાગી એક બાદ એક સફળતા
અમેરિકન રેકોર્ડ એક્ઝીક્યૂટીવ સ્કૂટર બ્રોન કોઇ અન્ય સિંગરના યુટ્યૂબ વિડીયો શોધી રહ્યા હતા, ત્યારે તેમણે જસ્ટિનનો 2007નો વિડીયો જોઇ લીધો. તેને જસ્ટિનનો અવાજ અને સોન્ગ ખૂબ જ પસંદ આવ્યું. પછી સ્કૂટરે જસ્ટિનને શોધી કાઢ્યો. 13 વર્ષીય જસ્ટિન સ્કૂટર સાથે એટલાંટા આવ્યો અને તેણે ડેમો ટેપ્સ રેકોર્ડ કર્યા. એક સપ્તાહ બાદ તેણે અશર(Usher) માટે સોંગ ગાવાનું શરૂ કર્યું.
અહીંથી જ તેના મ્યૂઝીક કરિયરની શરૂઆત થઇ અને તેણે ‘વન ટાઇમ’ નામનું પહેલું સિંગલ લોન્ચ કર્યુ હતું. જુલાઇ 2009માં રીલીઝ થયા બાદ પહેલા જ સપ્તાહમાં જસ્ટિનનું સોંગ કેનેડિયન હોટ 100માં સામેલ થઇ ચૂક્યું હતું અને અમેરિકાના બિલબોર્ડ હોટ 100માં 17માં નંબર પર હતું. વર્ષ 2009માં તેનું સેવન ટ્રેક EP My World રીલીઝ થયું, જેણે જસ્ટિનને ટીન આઇડલ તરીકેની ઓળખ અપાવી. ‘બેબી’ જસ્ટિનના આવા જ પોપ્યુલર ટ્રેક્સ પૈકીની એક છે, જેને આજે પણ સાંભળવામાં આવે છે.
આજે જસ્ટિન કરોડોની સંપત્તિનો માલિક છે. વેબેરેલી હિલ્સ, ઓન્ટેરિયો, તોલુકા લેકમાં તેની પ્રોપર્ટી છે. આ બધી પ્રોપર્ટીઝની કિંમત અંદાજે 40 મિલિયન ડોલર (લગભગ 300 કરોડ રૂપિયાથી પણ વધુ) છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર