Justin Beiber Paralysed attack: જસ્ટિન બીબરને થઇ આ ભયાનક બીમારી, ચહેરા પર થયું પેરાલીસીસ, જુઓ Video
Justin Beiber Paralysed attack: જસ્ટિન બીબરને થઇ આ ભયાનક બીમારી, ચહેરા પર થયું પેરાલીસીસ, જુઓ Video
જસ્ટિન બીબરને થઇ આ ભયાનક બીમારી, ચહેરા પર થયું પેરાલીસીસ, જુઓ Video
જસ્ટિન બીબરે (Justin Beiber) સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડીયો શેર કરીને તેના ફેન્સને આ સમાચાર આપ્યા છે. વિડીયોમાં તેણે જણાવ્યું કે તેને રામસે હંટ સિન્ડ્રોમ (Ramsay Hunt syndrome) નામની ખતરનાક બિમારી થઇ છે અને તેણે કહ્યું કે જો તમે ધ્યાન ન આપો તો આ બીમારી કેવી રીતે વધુ ખતરનાક બની જાય છે.
જો તમે હોલીવુડ (Hollywood) ગીતોના શોખીન છો અને જસ્ટિન બીબર (Justin Beiber)ના ફેન છો તો આ સમાચાર તમને નિરાશ કરી શકે છે. 28 વર્ષીય જસ્ટિન બીબરને ચહેરા પર પેરાલિસિસ (Paralysed attack on Justin Beiber face) થયું છે. જસ્ટિન હાલ ભયાનક બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. આ અંગે તેણે એક વિડીયો જાહેર કરીને જણાવ્યું છે. તેણે પોતાના ચાહકોને માધ્યમથી તેની માટે પ્રાર્થના કરવા માટે કહ્યું છે.
જસ્ટિન બીબરે (Justin Beiber) સોશિયલ મીડિયા (Social Media) પર એક વિડીયો શેર કરીને તેના ફેન્સને આ સમાચાર આપ્યા છે. વિડીયોમાં તેણે જણાવ્યું કે તેને રામસે હંટ સિન્ડ્રોમ (Ramsay Hunt syndrome) નામની ખતરનાક બિમારી થઇ છે અને તેણે કહ્યું કે જો તમે ધ્યાન ન આપો તો આ બીમારી કેવી રીતે વધુ ખતરનાક બની જાય છે.
વિડીયોમાં પોતાની સ્થિતિ વિશે વાત કરતા સિંગર બીબરે કહ્યું, 'હું તમને બધાને જણાવવા માંગુ છું કે શું ચાલી રહ્યું છે. તમે મારો ચહેરો જોઈ શકો છો. મને રામસે હંટ સિન્ડ્રોમ (Ramsay Hunt syndrome) નામનો રોગ થયો છે. મને એક વાયરસના કારણે આ રોગ થયો છે, જે મારા કામ અને મારા ચહેરાની નસો પર એટેક કરી રહ્યો છે. જેના કારણે મને મારા ચહેરાની એક બાજુ સંપૂર્ણપણે લકવો થઈ ગયો છે. જેમ તમે જોઈ શકો છો કે મારી એક આંખ ઝબકતી નથી. હું આ બાજુથી હસી પણ શકતો નથી અને આ બાજુ મારું નાક પણ નથી હલતું.
જસ્ટિન બીબરે વિડીયોમાં આગળ કહ્યું, 'કેટલાક ચાહકો મારા આગામી શોને રદ કરવાને લઈને ખૂબ ગુસ્સે હતા. હું આ સમયે સ્ટેજ પર શારીરિક રીતે પરફોર્મ કરી શકું તેમ નથી. આ બધું ખૂબ જ ગંભીર છે, જેમ તમે જોઈ શકો છો. હું ઈચ્છતો હતો કે આવું ન થાય પણ મારા શરીરે મને કહ્યું કે મારે થોડું શાંત થવું જોઈએ. હું આશા રાખું છું કે તમે લોકો સમજી શકશો અને હું આ સમય આરામ કરવા માટે પસાર કરીશ, જેથી હું 100 ટકા સાજો થઈ શકું અને હું જે કરવા માટે જન્મ્યો છું તે કરી શકું.
જસ્ટિને તેના ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. સાથે જ તેણે વચન આપ્યું હતું કે તે જલ્દીથી સ્વસ્થ થઈ જશે અને પરત ફરશે. વિડીયોમાં તેણે જણાવ્યું કે આ સમયે મને આરામની સખત જરૂર છે, જેથી મારો ચહેરો પહેલાની જેમ સ્વસ્થ થઈ શકે. જસ્ટિને કહ્યું કે તે સ્વસ્થ થવા માટે ચહેરાની કસરત કરી રહ્યો છે. તે કેટલો સમય લેશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ તે કેટલાક કારણોસર થયું છે જે ટૂંક સમયમાં ઠીક થઈ જશે. તેણે કહ્યું કે તેને ભગવાનમાં પૂરી શ્રદ્ધા છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર