Home /News /entertainment /

RRR Box Office Opening: શરૂઆતમાં રૂ. 250 કરોડની આવક પર નજર, શું હિન્દી વર્ઝન બાહુબલી-2ની કમાણીને પાછળ પાડી શકશે?

RRR Box Office Opening: શરૂઆતમાં રૂ. 250 કરોડની આવક પર નજર, શું હિન્દી વર્ઝન બાહુબલી-2ની કમાણીને પાછળ પાડી શકશે?

આરઆરઆર ફિલ્મની પ્રથમ દિવસની કમાણી કેટલી રહેશે?

RRR Box Office Opening: આરઆરઆર (RRR Movie) ફિલ્મની એકલા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 100 કરોડની કમાણીની શરૂઆતની અપેક્ષા છે. ટિકિટના ભાવ વધ્યા છે. ટિકિટ 500થી 1000 રૂપિયાની વચ્ચેની કિંમતની છે.

  RRR Box Office Opening: એસ.એસ.રાજામૌલી (SS Rajamouli)ની ફિલ્મ RRR સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની રાહ ઘણા સમયથી જોવાતી હતી. આ ફિલ્મમાં તેલુગુ સિનેમા (Telugu cinema)ના બે સૌથી મોટા સ્ટાર્સ જુનિયર NTR અને રામ ચરણ (Ram charan) એકસાથે જોવા મળ્યા છે. ચાહકો બંને આઇકોનિક કલાકારોને એક સાથે જોવા માટે ઉત્સુક છે. આ સાથે આ વખતે રાજામૌલીએ શું નવું પીરસી રહ્યા છે તે જોવા પણ ઉત્સાહિત જોવા મળ્યા છે.

  બાહુબલી 2 રિલીઝ થયાના પાંચ વર્ષ પછી દિગ્દર્શક રાજામૌલી આ ફિલ્મ લાવી રહ્યા છે. તેઓ પર ચાહકોને અનેક અપેક્ષાઓ છે. જેથી RRRમાં ઓપનિંગ ડે બોક્સ ઓફિસ પર મોટા પાયે કલેક્શન (RRR Box Office Opening) જોવા મળી શકે છે.

  ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ News18 સાથે વાત કરતા વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ઓપનિંગનો અંદાજ 200થી 250 કરોડ રૂપિયા રાખ્યો છે. તેઓ નોંધે છે કે, શરૂઆતના દિવસના બોક્સ ઓફિસ કલેક્શનમાં સૌથી વધુ યોગદાન તેલુગુ બોક્સ ઓફિસ પરથી આવશે, વિદેશી કલેક્શન બોક્સ ઓફિસ કલેક્શનને આગળ ધપાવશે.

  તેઓ વધુમાં જણાવે છે કે, એકલા આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 100 કરોડની કમાણીની શરૂઆતની અપેક્ષા છે. ટિકિટના ભાવ વધ્યા છે. ટિકિટ 500થી 1000 રૂપિયાની વચ્ચેની કિંમતની છે. બંને રાજ્યોની સરકારોએ પણ થિયેટરોને મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનમાં શો માટે ટિકિટના દરમાં વધારો કરવાની મંજૂરી આપી છે, જેમાં ટિકિટનો ખર્ચ 400 રૂપિયાથી વધુ છે. રાજ્યોના લગભગ 95 ટકા થિયેટરો આ સપ્તાહના અંતમાં RRR બતાવી રહ્યા છે. તેથી RRRના પ્રારંભિક દિવસે 100થી 110 કરોડ રૂપિયાની અપેક્ષા છે.

  તેઓએ ઉમેર્યું કે, ઓવરસીઝ કમાણી મોટા પાયે થવા જઈ રહી છે, જેમાં પ્રીમિયર અને પ્રથમ દિવસના કલેક્શન સાથે અમેરિકા મોખરે છે. 50 લાખથી 80 લાખ ડોલરનું કલેક્શન થવાની ધારણા છે. જો અન્ય દેશના કલેક્શનનો પણ સમાવેશ કરવામાં આવે તો આ ફિલ્મ વિદેશી બજારમાંથી 10 મિલિયન ડોલરનું કલેક્શન કરશે.

  આ ફિલ્મ તેલુગુ ભાષી રાજ્યોમાં પ્રભાવશાળી થવા જઈ રહી હોય તેવું લાગે છે. જોકે, અન્ય રાજ્યો માટે એડવાન્સ બુકિંગ સારું રહ્યું ન હોવાનું રમેશ કહે છે. અલબત્ત, તેઓ કહે છે કે, ફિલ્મ ત્યાં પણ સારું કલેક્શન કરશે તેવું લાગે છે. કર્ણાટક 10થી 15 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કરે તેવી અપેક્ષા છે, તમિલનાડુ 10 કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાવી શકે છે અને કેરળ RRR માટે 4 કરોડ રૂપિયાના ઓપનિંગ બોક્સ ઓફિસ કલેક્શન માટે તૈયાર છે.

  RRRએ હિન્દીમાં પણ કોઈ ખાસ એડવાન્સ બુકિંગ નોંધાવ્યું નથી. ફિલ્મ પ્રોડ્યુસર અને ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ વિશે વાત કરતા ગિરીશ જોહર જણાવે છે કે, RRR માટે હાઈપ સારી છે, પરંતુ ઉત્તમ નથી. આપણે એ સમજવાની જરૂર છે કે આ ફિલ્મમાં નોર્થનો કોઈ ટોપ સ્ટાર નથી. અજય દેવગણ અને આલિયા ભટ્ટ સ્પેશિયલ રોલમાં હોવાનું બધા જ જાણે છે એટલે અત્યારે આપણે એડવાન્સ બુકિંગ જોઈ રહ્યા છીએ એ એસ એસ રાજામૌલીના નામના કારણે છે. આ ફિલ્મ 13થી 15 કરોડ રૂપિયા ખેંચી શકે છે, પરંતુ ફિલ્મની ચર્ચા શરૂઆતના આંકડાને અસર કરી શકે છે. ચર્ચા સારી હશે તો બોક્સ ઓફિસ કલેક્શન વધી શકે છે, પરંતુ જો ચર્ચા સારી નહીં હોય તો તે ગગડી શકે છે.

  આ પણ વાંચોRRRની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે ફેન્સ, રિલીઝ પહેલા જ વહેંચાઇ ગઇ રૂ.30 કરોડની ટિકીટ

  ઉલ્લેખનીય છે કે, એસ.એસ. રાજામૌલીની બાહુબલી 2ની તુલનામાં RRRનું બોક્સ ઓફિસ કલેક્શન અત્યારે ઓછું છે. બાહુબલી-2એ તે સમયે 40 કરોડ રૂપિયાનું જંગી ઓપનિંગ નોંધાવ્યું હતું અને ઘણાં રેકોર્ડ પણ તોડ્યા હતા. આ વખતે શું બદલાયું એ વિશે પૂછતાં ગિરીશ કહે છે, સમય બદલાઈ ગયો છે. તે તદ્દન અલગ ફિલ્મ હતી, દૃશ્યો સંપૂર્ણપણે અલગ હતા. RRR કોવિડ પછી આવી રહી છે. તેથી ઘણા બધા પરિબળો બદલાઈ ગયા છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Box Office, Box office Collection, RRR Movie

  આગામી સમાચાર