'નચ બલિયે'ની એક્ટ્રેસ ગર્ભવતી બની, જૂનિયર આર્ટિસ્ટ ઉપર લગાવ્યો રેપનો આરોપ

News18 Gujarati
Updated: November 17, 2019, 6:49 PM IST
'નચ બલિયે'ની એક્ટ્રેસ ગર્ભવતી બની, જૂનિયર આર્ટિસ્ટ ઉપર લગાવ્યો રેપનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

'કહાની ઘર-ઘર કી' અને 'નચ બલિએ' ટેલિવિઝન સિરિયલમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે પોતાના જૂનિયર આર્ટિસ્ટ ઉપર રેપનો આરોપ લગાવ્યો છે. મહિલા આર્ટિસ્ટે યુવક અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ 'કહાની ઘર-ઘર કી' અને 'નચ બલિએ' ટેલિવિઝન સિરિયલમાં (TV Serial) કામ કરી ચૂકેલી એક્ટ્રેસે (TV Actress) જૂનિયર આર્ટિસ્ટ (Junior Artist) ઉપર (rape) રેપનો આરોપ લગાવ્યો છે. આરોપી જૂનિયર આર્ટિસ્ટ હરિયાણાના યમુનાનગરનો (Yamunanagar) રહેવાસી છે. પીડિતાના આરોપ અનુસાર આરોપીએ લગ્નની લાલચ આપીને તેની સાથે રેપ કર્યો છે. ત્યારબાદ તે ગર્ભવતી (Pregnant) બની ગઈ છે. પીડિતાએ આ અંગે યમુનાનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં (woman police station) ફરિયાદ કરી છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું કે જૂનિયર આર્ટિસ્ટ લગ્નની લાલચ આપીને તેને યમુનાનગર લાવ્યો હતો. અહીં હોટલમાં શારીરિક સંબંધ બનાવ્યો હતો. પરંતુ ત્યારબાદતે લગ્ન માટે ફરી ગયો હતો.

આ પણ વાંચોઃ-દારૂ નશામાં ધૂત યુવતીનો હંગામો, મહિલા પોલીસ ઉપર કર્યો હુમલો, જુઓ Video

બંને યમુનાનગરની હોટલમાં એક સપ્તાહ રોકાયા હતા
પીડિતા પ્રમાણે તે અને આરોપી યુવક મુંબઈમાં જૂનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. તેમના વચ્ચે સારા સંબંધો હતો. યુવક લગ્નની લાલચ આપીને યુવતીને યમુનાનગર લાવ્યો હતો. બંને જણા યમુનાનગરની એક હોટલમાં એક સપ્તાહ માટે રોકાયા હતા. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. પરંતુ ત્યારબાદ યુવકે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-બાળકીને ઢોર માર મારતી હતી માતા, પતિ બનાવતો હતો Video, બંનેની ધરપકડ
Loading...

ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ
યમુનાનગરના મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી સીમા સિંહના જણાવ્યા પ્રમાણે એક યુવતીએ પોતાના સહકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવનારી યુવતીએ જણાવ્યું કે તે મુંબઈમાં જૂનિયર આર્ટિસ્ટ તરીકે ટીવી સિરિયલમાં કામ કરે છે. યમુનાનગરમાં એક સહકર્મી આર્ટિસ્ટ પણ ત્યાં કામ કરતો હતો. બંનેની મુંબઈમાં જ ઓળખાણ થઈ અને દોસ્તી આગળ વધી હતી. યુવતીએ ત્રણ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ-Recipe : શિયાળાની ઠંડીમાં બનાવો સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક"

પોલીસ તસાપ કરી રહી છે
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે યમુનાનગરમાં રહેનારો યુવક 13 ઑક્ટોબરે યુવતીને યમુનાનગર લઈને આવ્યો હતો. અને એક હોલટમાં રોકાયા હતા. મહિલા આર્ટિસ્ટે યુવક અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી છે.
First published: November 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com