એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ જૂહી ચાવલા (Juhi Chawla)એ હાલમાં જ એક ટ્વિટ કરી માહિતી આપી છે કે, તેની એક ડાયમંડની રિંગ મુંબઇ એરપોર્ટ પર ગુમ થઇ ગઇ છે. એ માટે તેમણે ટ્વિટ કરીને લોકો પાસે મદદ માંગી છે. તેમણે જણાવ્યું છે કે, ગત 15 વર્ષથી તે આ હિરાની વિંટી પહેરતી આવી રહી છે. જૂહીએ કહ્યું કે, કોઇ તેની મદદ કરી શકે છે તો તે ખરેખરમાં રોમાંચિત થઇ જશે.
વાયરલ થઇ જૂહીની પોસ્ટ- તેમે આ ટ્વિટ કરીને લોકોને આગ્રહ કર્યો હતો કે, જો કોઇને પણ આ રિંગ મળે છે તો તે પોલીસને તેની સૂચના કરી શકે છે. સાથે જ તેણે કહ્યું કે, તે જે તે વ્યક્તિને ઇનામ પણ આપશે. આમ કરવામાં તેને ખુશી મળશે. તેણે જ્વેલરીનાં મેચિંગ પીસની એક તસવીર શેર કરી છે. જૂહીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે.
આપને જણાવી દઇએ કે, જૂહી ચાવલાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે એરપોર્ટમાં જતી નજર આવતી હતી. આ વીડિયો શેર કરતાં એક્ટ્રેસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Airport Authority of India) અંગે નારાજગી જાહેર કરી હતી. અને ખરાબ વ્યવસ્થા મામલે AAIનો ઉધડો લીધો હતો.
Published by:Margi Pandya
First published:December 14, 2020, 10:02 am