'જુગ-જુગ જિયો': વરૂણ-નીતૂ બાદ મનીષ પોલ પણ કોરોના પોઝિટિવ! શૂટિંગ છોડી ઘરે પરત ગયો

મનિષ પોલ કોરોના પોઝિટિવ

'જુગ જુગ જિયો' (Jug Jug Jiyo) ની સ્ટારકાસ્ટમાંથી વરૂણ ધવન અને નીતૂ કપૂર કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે એક્ટર મનીષ પોલ (Maniesh Paul)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મનીષ પોલને જેમ માલૂમ થયું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ છે તે શૂટિગ સેટથી પરત મુંબઇનાં ઘરે આવી ગયો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વરૂણ ધવન (Varun Dhawan) અને કિયારા અડવાણી (Kiara Advani)ની ફિલ્મ 'જુગ જુગ જિયો' (Jug Jug Jiyo)ની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જાય છે. હાલમાં જ ખબર આવી છે કે, ફિલ્મની સ્ટાર કાસ્ટમાંથી વરૂણ ધવન, નીતૂ કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે ઉપરાંત ફિલ્મનાં ડિરેક્ટર રાજ મેહતા પણ કોરોના પોઝિટિવ (Coronavirus) આવ્યો છે. ત્રણેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એવામાં ફિલ્મની શૂટિંગ રોકવી પડી છે. હવે સમાચાર છે કે, જુગ જુગ જિયોની સ્ટારકાસ્ટમાંથી એક વધુ એક્ટર કોરોના પોઝિટિવ આવ્યો છે.

  હવે એક્ટર મનીષ પોલની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કહેવામાં આવે છે કે, મનીષ પોલની કોરોના રિપોર્ટ અંગે માલૂમ થયું તે શૂટિંગ સેટથી પરત મુંબઇ આવી ગયો છે. જોકે, હજુ સુધી મનીષ પોલ કે તેની ટીમ તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. મનીષ પોલે હાલમાં પોતાને કોરન્ટિન કરી લીધો છે. નીતૂ કપૂર અને ડિરેક્ટર રાજ મેહતા બાદ મનિષ પોલ આ ફિલ્મનો ચોથો વ્યક્તિ છે જે કોરોના સંક્રમિત થયો છે.

  આપને જણાવી દઇએ કે, પહેલાં અનિલ કપૂર અંગે પણ આવા સમાચાર આવ્યાં હતાં. કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદ એક્ટરે આ અંગે પ્રતિક્રિયા આપી અને આ ખબર ખોટી ગણાવી હતી. એક્ટરે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરે પણ આ પ્રતિક્રિયા આપી હતી. અને પિતાનાં કોરોના પોઝિટિવ હોવાની ખોટી ખબર પર નારાજગી વ્યક્ત કરી હતી.
  Published by:Margi Pandya
  First published: