નવી દિલ્હી: અશ્લીલ ફિલ્મોનાં નિર્માણનાં આરોપમાં ધરપકડ થયેલાં ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી રહી છે. શુક્રવારે મુંબઇની કોર્ટે તેની ન્યાયિક અટાકયત 27 જુલાઇ સુધી વધારી દીધી છે. આ દરમિયાન તેનાં સહયોગી રેયાન થાર્પે પણ અટકાયતમાં રહેશે. રાજ કુન્દ્રાને ભાયખલા જેલથી કોર્ટ લઇ જવામાં આવી રહ્યો છે. જ્યાં પોલીસની દલિલ સાંભળ્યા બાદ કોર્ટ તેની ન્યાયિક હિરાસતને પાંચ દિવસ માટે વધુ વધારી દીધી છે.
મુંબઇ પોલીસે કોર્ટથી રાજ કુન્દ્રાને સાત દિવસ અને ન્યાયિક અટકાયતમાં રાખવાની માંગણી કરી છે. પોલીસે કોર્ટને કહ્યું કે, હજુ આ કેસમાં વધુ તપાસ હોવી જોઇએ અને પૂરાવા મળવાનાં બાકી છે તેથી તેમને વધુ સમય જોઇએ છે.
Maharashtra: Businessman Raj Kundra & one Ryan Thorpe have been sent to police custody till 27th July
જો ગુનો સાબિત થાય તો IT એક્ટ તથા IPC હેઠળ રાજ કુન્દ્રાને થઇ શકે સજા
આ કેસમાં IT કાયદાની 2009ની કલમ 67 (a) તથા IPCની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જોકે, બીજી ભૂલ પર જેલની સજા 7 વર્ષ સુધી વધી શકે છે.
રાજ કુંદ્રા પર આ નીચેની કલમ લગાવવામાં આવી છે.
IPC કલમ 292, 293 - અશ્લીલ સામગ્રી બનાવવી તથા વેચવી તથા કલમ 420 - વિશ્વાસઘાત, છેતરપિંડી ઇન્ફર્મેશન ટેક્નોલિજી એક્ટ કલમ 67, 67 (a) - ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રી નાખવી તથા પ્રસાર કરવો ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ, કલમ 2(g) 3, 4, 6, 7 - મહિલાઓ સંબંધિત અશ્લિલ સામગ્રી બનાવવી અને તેને વેચવી અને પ્રસાર કરવો.
અન્યનાં નગ્ન કે અશ્લીલ વીડિયો તૈયાર કરવા અથવા MMS બનાવવા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી આ પ્રકારની સામગ્રી મોકલવી અથવા કોઈની મરજી વિરુદ્ધ અશ્લીલ સંદેશ મોકલવો તે આ કાયદા હેઠળ ગુનો છે. પોર્નોગ્રાફી પ્રકાશિત, પ્રસારિત કરવી તથા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી પહોંચાડવી ગેરકાનૂની છે. અશ્લીલ સામ્રગીને જોવી, વાંચવી કે સાંભળવી ગેરકાનૂની નથી. તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ ગેરકાયદેસર માનવામાં આવે છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર