સાઉથ સુપર સ્ટાર જૂનિયર NTR સહિત આખો પરિવાર કોરોના પોઝિટિવ

સાઉથ સુપર સ્ટાર જૂનિયર NTR સહિત આખો પરિવાર કોરોના પોઝિટિવ
જૂનિયર એનટીઆર

જૂનિયર એનટીઆરે પોસ્ટમાં લખ્યુ છે, 'મારો Covid-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપ્યા ચિંતા ન કરો, હું બિલ્કુલ ઠીક છેું. મારા પરિવારે અને મે પોતાને આઇસોલેટ કરી લીધા છે. અમે ડોક્ટર્સની દેખેરખમાં તમામ પ્રોટોકોલનું પાલન કરીએ છીએ.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હાલમાં દેશ આખામાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી છો. સૌ કોઇને આ લહેરે પોતાની ચપેટમાં લઇ લીધા છે. તેઓ ખુદ કે તેમનાં પરિવારનાં સભ્યો કે કોઇ નિકટનાં તો કોરોનાથી સંક્રમિત થયાનાં સમાચાર આવી જ રહ્યાં છે. એવામાં તેલુગુ ફિલ્મોનાં પ્રખ્યાત એક્ટર જૂનિયર NTR (JR NTR) કોરોના પોઝિટિવ થયાનાં સમાચાર આવ્યાં છે. આ વાતની જાણકારી તેણે પોતે તેનાં સોશિયલ મીડિયા પેજ પર આપી છે.

  જૂનિયર એનટીઆરે પોસ્ટમાં લખ્યુ છે, 'મારો Covid-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કૃપ્યા ચિંતા ન કરો, હું બિલ્કુલ ઠીક છેું. મારા પરિવારે અને મે પોતાને આઇસોલેટ કરી લીધા છે. અમે ડોક્ટર્સની દેખેરખમાં તમામ પ્રોટોકોલનું પાલન કરીએ છીએ.'

  હું તે લોકોને અનુરોધ કરુ છુ જે ગત થોડા દિવસોથી મારા સંપર્કમાં આવ્યાં હોય તેઓ તેમનો કોરોના ટેસ્ટ કરાવી લે. સુરક્ષિત રહે. જૂનિયર એનટીઆરનાં વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેમની ફિલ્મ 'RRR' રાનમ, રૌદ્રમ, રુધિરમ' રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ,કન્નડ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે. 13 ઓક્ટોબરનાં આ ફિલ્મ એક સાથે ત્રણેય ભાષામાં રિલીઝ થશે.

  આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રિય કલાકાર પણ છે. આપને જણાવી દઇએ કે, જૂનિયર NTRએ વર્ષ 1996માં તેનાં કરિઅરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી. તેણે બાળ કલાકારનાં રૂપમાં રામાયણમાં તે નજર આવ્યો હતો.  આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં ઘણાં સાઉથ સ્ટાર્સ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. જેમાં અલુ અર્જુન, પવન કલ્યાણ, રામ ચરણ, કલ્યાણ ધેવ, નિવેથા થોમસ શામેલ છે.
  Published by:Margi Pandya
  First published:May 11, 2021, 11:30 am

  ટૉપ ન્યૂઝ