Home /News /entertainment /Oscar 2023: ઓસ્કારમાં જૂનિયર એનટીઆર કરશે આ ખાસ કામ, અવોર્ડ પહેલાં નિવેદન આપી જીત્યુ લોકોનું દિલ
Oscar 2023: ઓસ્કારમાં જૂનિયર એનટીઆર કરશે આ ખાસ કામ, અવોર્ડ પહેલાં નિવેદન આપી જીત્યુ લોકોનું દિલ
જુનિયર એનટીઆર આ અઠવાડિયાના અંતમાં યોજાનાર 95માં એકેડેમી એવોર્ડ સમારોહ માટે અમેરિકા પહોંચી ગયા છે.
Oscar 2023: એસએસ રાજામૌલી તેમની 'આરઆરઆર' સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે આ એવોર્ડ શોમાં રેડ કાર્પેટ પર જોવા મળશે. જુનિયર એનટીઆરએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ઓસ્કર વિશે પણ કંઈક એવું કહ્યું છે, જે જાણીને તેમના ફેન્સની નજરોમાં તેના માટેનું સન્માન હજી વધી ગયું છે.
Oscar 2023: 95મા ઓસ્કાર એવોર્ડ પર દરેક ભારતીયની નજર ટકેલી છે. આ એવોર્ડ સમારોહ તમામ દેશવાસીઓ માટે એક ગર્વ લેવાની ક્ષણ બનવા જઈ રહ્યો છે અને તેનુ કારણ છે, સાઉથના સ્ટાર ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર' (RRR) ના ધમાકેદાર ગીત 'નાટુ નાટુ' ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન. આટલું જ નહીં એસએસ રાજામૌલી તેમની 'આરઆરઆર' સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે આ એવોર્ડ શોમાં રેડ કાર્પેટ પર જોવા મળશે. જુનિયર એનટીઆરએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ઓસ્કર વિશે પણ કંઈક એવું કહ્યું છે, જે જાણીને તેમના ફેન્સની નજરોમાં તેના માટેનું સન્માન હજી વધી ગયું છે.
'ઓસ્કર 2023' માટે એકસાઈટેડ છે જૂનિયર એનટીઆર
ઓસ્કર 2023માં તેના રેડ કાર્પેટ વોક માટે ખુશી વ્યક્ત કરતા જુનિયર એનટીઆરએ કહ્યું, "મને નથી લાગતું કે હું માત્ર 'આરઆરઆર' ફિલ્મના અભિનેતા તરીકે રેડ કાર્પેટ પર ચાલીશ." જુનિયર એનટીઆરએ અંગે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'હું ભારતીય સિનેમાના અભિનેતા તરીકે નહીં, પરંતુ એક ભારતીય તરીકે રેડ કાર્પેટ પર ચાલીશ. આ સમયે મારા દિલમાં ખૂબ જ ગર્વની લાગણી હશે. રેડ કાર્પેટ પર ફક્ત હું નહીં પણ સમગ્ર ભારત આ રેડ કાર્પેટ પર ચાલશે.
એકેડમી અવોર્ડને ગણાવ્યું સૌથી મોટું સન્માન
જુનિયર એનટીઆરને પૂછવામાં આવ્યું કે તેમની ઘણી પ્રશંસા બાદ 'એકેડેમી એવોર્ડ' માટે તેમનુ નામ નોમિનેટ થવા વિશે તેમને કેવુ લાગી રહ્યું છે. આના પર હસીને એનટીઆરે જવાબ આપ્યો કે, 'એક્ટર આનાથી વધુ શું માંગી શકે? સાથે જ ફિલ્મમેકર માટે આનાથી મોટી વાત શું હોઈ શકે?
જૂનિયર એનટીઆરે ફેન્સનો માન્યો આભાર
જણાવી દઈએ કે જુનિયર એનટીઆર આ અઠવાડિયાના અંતમાં યોજાનાર 95માં એકેડેમી એવોર્ડ સમારોહ માટે અમેરિકા પહોંચી ગયા છે. અહીં તેમનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પહોંચેલા ફેન્સનો પ્રેમ જોઈને જુનિયર એનટીઆરએ કહ્યું, 'મને તમારા લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે અને હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. તમે બધા મારા ભાઈઓ છો, ભલે આપણા સંબંધ લોહીના નથી પણ આપણો સંબંધ તેના કરતા પણ વધુ મજબૂત છે. હું સૌનૌ આભારી છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર