આ 'ગલી બૉયે' પીએમ મોદીના ભાષણો ઉપર કર્યો 'રૅપ'!

News18 Gujarati
Updated: May 3, 2019, 1:49 PM IST
આ 'ગલી બૉયે' પીએમ મોદીના ભાષણો ઉપર કર્યો 'રૅપ'!
પીએમ મોદીના ભાષણોથી રેપ સોન્ગ બનાવનારા ગલી બોય Jose neil gomes નું આ આલબમ ભારે લોકપ્રિય થઇ રહ્યું છે

પીએમ મોદીના ભાષણોથી રેપ સોન્ગ બનાવનારા ગલી બોય Jose neil gomes નું આ આલબમ ભારે લોકપ્રિય થઇ રહ્યું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રણવીરસિંહની હાલમાં જ આવેલી ફિલ્મ 'ગલી બૉય' પછી ઘણુંખરું ભૂગર્ભમાં રહેનારા રેપર્સ ધીરે-ધીરે પ્રકાશમાં આવી રહ્યા છે. આ પ્રકારના જ એક રેપર 'MC Tod Fod' અને સ્વતંત્ર (Indie)એ હૌઝે નીલ ગોમ્સ દ્વારા ગવાયેલું ગીત 'ફીવર' ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે. આ ગીતની ખાસિયત એ છે કે, તેમાં વડાપ્રધાન મોદીના ભાષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે

કૈલાશ ખેરના બેન્ડ 'કૈલાસા' અને સુનિધિ ચૌધાન સાથે કામ કરી ચૂકેલા સંગીતકાર અને રેપર હૌઝેનું નવું ગીત એક સ્વતંત્ર ટ્રેક છે, જો કે આ એક નવા પ્રકારનો પ્રયાયોગ છે. આ ગાયનમાં તેની સાથે મુંબઈના લોકપ્રિય રેપર 'એમસી તોડફોડ' પણ દેખાઈ રહ્યા છે હૌઝે નીલ ગોમ્સ મૂળે ગોવાના રહેવાસી છે અને વર્ષ 2007માં તે પત્રકારત્વ ભણવા માટે મુંબઈ આવ્યો। અહીં કોલેજના એક બેન્ડમાં તેની પસંદગી થઇ અને પિયાનોથી લઈને ગિટાર, ડ્રમ અને આ પ્રકારના ઘણા સંગીત વાદ્યો વગાડી શકનારા હૌઝેને કામ મળવાનું શરુ થઇ ગયું

વર્ષ 2012માં કૈલાસ ખેર સાથે બેન્ડ "કૈલાસા" સાથે જોડાયા બાદ તેને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણું કામ મળવા લાગ્યું। વેબસાઈટ રોલિંગ સ્ટોન્સનું માનીયે તો, 2017 થી અત્યાર સુધીમાં હૌઝે 80થી વધુ ગીતો રેકોર્ડ કરી ચુક્યા છે અને ફ્રી મ્યુઝિકની દુનિયામાં તેમનું નામ ઘણું મોટું છે રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય' બાદ આ પ્રકારના ગીતોની ડિમાન્ડ બહુ ઝડપથી વધી રહી છે. મુંબઈમાં રહેતા રેપ ગાયકોના વિડિઓ પણ ખુબ લોકપ્રિય થઇ રહ્યા છેહૌઝે અને તોડફોડનું આ નવી ગીત 28 એપ્રિલે જ અપલોડ થયું અને તેને એપલના મ્યુઝિક લિસ્ટમાં સ્થાન મળી ગયું। આ ગાયનમાં નરેદ્ન્ર મોદીની સ્પીચ પણ મોજુદ છે. તોડફોડ આ ગીતમાં તેનો દૃષ્ટિકોણ રજુ કરતા નજરે ચડે છે. આ ગીત વોટ્સઅપ ઉપર પણ શેર થઇ રહ્યું છે. આ ગીત ઉપરાંત હૌઝેનું નવું આલબમ 'ગુગલ મેપ ફોર લવર્સ' માં પણ ઘણા ગીતો છે, જે મુંબઈ શહેર અને તેના આસપાસના વિસ્તારોમાં બન્યા છે. આ ગીતમાં હૌઝેએ 20થી વધુ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો પ્રયોગ કર્યો છે. તેના આ આલબમને પણ ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
First published: May 3, 2019
વધુ વાંચો
अगली ख़बर