Home /News /entertainment /જોની લીવરે તેનાં બાળકો સાથે કર્યો ડાન્સ, ફની એક્સપ્રેશને લુટ્યુ ફેન્સનું દિલ
જોની લીવરે તેનાં બાળકો સાથે કર્યો ડાન્સ, ફની એક્સપ્રેશને લુટ્યુ ફેન્સનું દિલ
જ્હોની લિવર બાળકો સાથે ડાન્સ કરતો
જોની લીવર (Johny Lever) દીકરી જેમી લીવર અને દીકરા જેસી લીવર એ સ્ટારનાં સોન્ગ 'ડોન્ટ ટચ મી' પર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં ત્રણેય એકદમ સુંદર ડાન્સ કરતાં નજર આવી રહ્યાં છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)નાં કોમેડી કિંગ જોની લીવર (Johny Lever) તેમની એક્ટિંગથી કોઇપણ ફિલ્મોમાં જીવ રેડી દે છે. તેનો અનોખો અંદાજ દર્શકોને ખુબજ પસંદ આવે છે. જોની બિગ સ્ક્રિન પર હસાવે છે. પણ ઘણી વખત ગંભીર વાત પણ હલકા ફુલ્કા અંદાજમાં દર્શકો સુધી પહોંચાડી દે છે. હાલમાં તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેમનાં બાળકો સાથે ડાન્સ કરતાં નજર આવે છે. વીડિયોમાં જોની લિવર અને તેનાં બાળકોની સાથે ફની એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહ્યાં છે અને આ વીડિયોમાં તેણે ખાસ મેસેજ પણ આપ્યો છે.
જોની લીવરે (Johny Lever) તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોની લીવર, જેમી લીવર (Jamie Lever) અને જસ્સી લીવર (Jesse Lever) 'Dont Touch Me' મ્યૂઝિક પર ફની અંદાજમાં ડાન્સ કરતી નજર આવે છે.
વીડિયોમાં જોની ફેન્સને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાંની સલાહ આપે છે. જોનીએ 'Dont touch me' હેશટેગની સાથે આ વીડિયો શેર ક્યો છે. કેપ્શનમાં લખ્યું છે વેક્સીન લીધા સુધી # ડોન્ટ ટચમી ચેલેન્જ, તેનાં બાળકોની સાથે. વીડિયોમાં તેમનો દીકરો જેમી લીવર અને દીકરી જેસી લિવરને ટેગ કર્યા છે.
કોવિડ 19 મહામારીથી બચાવ કરવાં આ વીડિયો ખુબજ પસંદ કરવામાં આવી રહ્યો છે. જોની લિવર તેમનાં ફની ડાન્સ વીડિયોથી જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. કોરોના વેક્સીન લગાવવા માટે મેસેજ આપી રહ્યાં છે. એટલે કે જ્યાં સુધી કોરોનાની વેક્સીન નહીં લાગે ત્યાં સુધી દૂરી બનાવી રાખો.
જેમી અને જેસ્સી કોમેડીની સાથે સાથે ડાન્સમાં પણ માહેર છે. બંને ઇન્સ્ટાગ્રામ પર ડાન્સ વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. પણ આ પહેલો સમય છે જ્યારે ત્રણેય એક સાથે દર્શકોને એન્ટરટેઇન કરી ર્યાં છે. આ ડાન્સ વીડિયો પર ફેન્સે દિલ ખોલીને લાઇક્સ અને કમેન્ટ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર