Death Anniversary: પીધેલી વ્યક્તિનો રોલ પ્લે કરનારા, જ્હોની વોકરે જીવનમાં ક્યારેય દારુને હાથ નહોતો લગાડ્યો

Film History Pics/Twittter

Death Anniversary Johnny Walker: જયારે જોની વોકર દારૂ પીધેલી વ્યક્તિનો રોલ પ્લે કરતા હતા, ત્યારે દર્શકોને લાગતું હતું કે તેઓ દારૂ પીને રોલ કરી રહ્યા છે. જોકે હકીકતમાં જોની વોકરે પોતાના જીવનમાં ક્યારેય દારૂને હાથ નહોતો લગાડ્યો.

  • Share this:
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 50-60ના દાયકા દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત હાસ્ય કલાકાર જોની વોકર (Jonny Walker)નું સાચું નામ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી (Badruddin Jamaluddin Kazi) હતું. લાંબા સમય સુધી દર્શકોને હસાવનારા જોનીએ 29 જુલાઈ 2003ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું. કહેવાય છે કે કોઈને રડાવવું સહેલું છે, પરંતુ રડતી વખતે કોઈને હસાવવું બહુ મુશ્કેલ છે. પરંતુ જોની વોકરની અદા જ એવી હતી કે લોકો તેમને જોઇને જ હસવા લગતા હતા. લગભગ 300 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા બદરુદ્દીનની જોની વોકર બનવાની યાત્રા પણ ફિલ્મી નથી.

11 નવેમ્બર 1926ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં જન્મેલા બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝીના પિતા એક ફેક્ટરીમાં કામ કરતા હતા. બદરૂદ્દીન પણ તેમના પિતાની મદદ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર ફેક્ટરી બંધ થઈ ગઈ. પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતા આખું કુટુંબ ઈન્દોરથી મુંબઈ આવી ગયું હતું. બદરૂદ્દીનના પિતાને ઓળખતા પોલીસ ઈન્સ્પેક્ટરની ભલામણથી તેને બસ કંડક્ટરની નોકરી પણ મળી. કહેવાય છે કે માયાનગરીએ ઘણા લોકોની કિસ્મત બદલી નાંખી છે. તેમાંથી એક જોની વોકર પણ હતા. બસ કંડક્ટર બદરૂદ્દીન પોતાની અનોખી અદામાં ટિકિટ કાપી મુસાફરોનું મનોરંજન કરતો હતો. આ જોઈને તે જમાનાના પ્રખ્યાત અભિનેતા બલરાજ સાહનીને ખુબ મજા આવી.

આ દિવસોમાં ગુરુદત્ત તેમની ફિલ્મ 'બાજી'ની તૈયારીમાં વ્યસ્ત હતા. તેઓ એક પાત્ર માટે અભિનેતાની શોધમાં હતા. ત્યારે બલરાજે બસ કંડક્ટરનો ગુરુ દત્ત સામે ઉલ્લેખ કર્યો. જ્યારે ગુરુદત્ત તેમને મળ્યા અને તેમને શરાબીની જેમ અભિનય કરતા જોયા, ત્યારે તેમને અભિનય ખૂબ ગમ્યો. આમ તેમને 'બાજી' ફિલ્મમાં કામ મળ્યું હતું. આ ફિલ્મમાં દેવ આનંદ અને ગીતા બાલી મુખ્ય ભૂમિકામાં હતા. કહેવાય છે કે, બદરૂદ્દીન નામ જામતું ન હોવાથી ગુરુદત્તે વિખ્યાત વ્હિસ્કી બ્રાન્ડ જોની વોકર પરથી તેમનું નામ પાડ્યું હતું. કહેવાય છે કે ગુરુદત્ત જોનીને એટલા પસંદ કરતા હતા કે તેઓ તેમની ફિલ્મોમાં ખાસ જોની માટે ભૂમિકા રાખતા હતા.

ઉલ્લેખનીય છે કે, જયારે જોની વોકર દારૂ પીધેલી વ્યક્તિનો રોલ પ્લે કરતા હતા, ત્યારે દર્શકોને લાગતું હતું કે તેઓ દારૂ પીને રોલ કરી રહ્યા છે. જોકે હકીકતમાં જોની વોકરે પોતાના જીવનમાં ક્યારેય દારૂને હાથ નહોતો લગાડ્યો.
First published: