Johny depp defamation case: હોલિવૂડ એક્ટર જૉની ડેપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું કે, જ્યૂરીને તેમનુંજ ીવન પરત કરી દીધુ છે. તે જ્યૂરીનાં આનિર્ણય પર નિરાશા જતાવી અને પૂર્વ પત્ની અને એક્ટ્રેસ એમ્બર હર્ડે કહ્યું કે, તે આજે ખુબજ દુખી છે અને તેમનાં દુખોને શબ્દોમાં વર્ણવી શકતો નથી.
ફેરફેક્સ (અમેરિકા): હોલિવડૂનાં પોપ્યુલર એક્ટર જોની ડેપે તેની પૂર્વ પત્ની વિરુદ્ધ માનહાનિ કેસ જીતી લીધો છે. એક જ્યૂરીએ બુધવારે જોની ડેપની પૂર્વ પત્ની અને એક્ટ્રેસ એમ્બર હર્ડ વિરુદ્ધ માનહાનિનાં કેસમાં જજે ડેપનાં પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. હર્ડે દાવો કર્યો હતો કે, ડેપે તેનાં લગ્ન પહેલાં અને પછી પણ દુર્વ્યવહાર કર્યો છે. જ્યૂરીએ હર્ડનો પક્ષ સાંભ્યો, જેમાં કહેવામાં આવ્યું કે, ડેપનાં વકીલે સામે પક્ષે કહ્યું કે, તે તેમને બદનામ કરી રહી હતી. અને તેનાં દુર્વ્યવહારનાં આરોપને છેતરપિંડી કહી હતી.
વર્જીનિયામાં સાત સભ્યોની અધ્યક્ષતામાં ડેપને વળતરનાં રૂપમાં એક કરોડ 50 લાખ ડોલર ચૂકવવાનાં એમ્બર હર્ડને આદેશ આપવામાં આવ્યાં છે. જ્યારે હર્ડને 20 લાખ ડોલર મળવા જોઇએ. ડેપે ડિસેમ્બર 2018માં ઓપ એડમાં ફેયરફેક્સ કાઉન્ટી સર્કિટ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે વોશિંગટન પોસ્ટમાં હર્ડનાં એક આલેખ અંગે કેસ કર્યો હતો. ડેપે તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રાફ પર એક પોસ્ટ શેર કરતાં કહ્યું કે, જ્યૂરીએ મારી જીંદગી મને પરત કરી દીધી છે.
હર્ડ થઇ નિરાશ- તો જ્યૂરીનાં આ નિર્ણય પર હર્ડે નિરાશા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, આ નિર્ણય મહિલાઓ માટે એક પ્રકારે ઝટકો છે. હર્ડએ તેનાં ઇન્સ્ટાગ્રામ પર જ્યૂરીનાં નિર્ણય પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું છે કે, 'આજે મને જે દુખ થઇ રહ્યું છે, હું તેને શબ્દોમાં વર્ણવી શકતી નથી.'
મોટી સંખ્યામાં ફેન્સ હતા હાજર- જ્યારે જ્યૂરી એ તેમનો નિર્ણય સંભળ્યો હતો તે સમયે કોર્ટની બહાર મોટી સંખ્યામાં જોનીનાં ફેન્સનો જમાવડો હતો. લોકો તેમનાં હાથમાં પોતાનાં ચહેતા સ્ટારનાં સમર્થનમાં બેનર લઇને ઉભા હતાં. એવામાં ક બેનર પર લખેલું હતું- 'કોઇ ફરક નથી પડતો કે આજે શું થશે? જોની આપ એક વિજેતા છો અને આખી દુનિયા આ સત્ય જાણે છે.'
લગ્નનાં બે વર્ષમાં જ છૂટાછેડા- હર્ડ અને ડેપે વર્ષ 2015માં લગ્ન કર્યાં. મે 2016માં હર્ડે ડેપ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. બંને વર્ષ 2017માં અલગ થઇ ગયા. હર્ડે ડેપ પર જબરદસ્તી સેક્સ અને નશીલા પદાર્થનાં સેવનનો આરોપ લગાવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર