Home /News /entertainment /અલવરમાં મારવામાં આવેલાં કુતરાંનો VIDEO જોઇ પરેશાન થયો જ્હોન અબ્રાહમ, કહ્યું- 'રાત્રે ઊંઘ ન આવી'

અલવરમાં મારવામાં આવેલાં કુતરાંનો VIDEO જોઇ પરેશાન થયો જ્હોન અબ્રાહમ, કહ્યું- 'રાત્રે ઊંઘ ન આવી'

જ્હોન અબ્રાહમે કહ્યું- મને રાત્રે ઊંઘ ન આવી

અલવરનાં રેણીમાં કુલ્હાડીથી કેટલાંક લોકો દ્વારા કુતરાંનાં ત્રણ પગ કાપી નાખ્યાંનો મામલે જ્હોન અબ્રાહમ (John Abraham)એ નિવેદન આપ્યું છે.

    રાજેન્દ્ર પ્રસાદ શર્મા /અલવર: અલવરનાં રેણી થાના ક્ષેત્ર અંતર્ગત કુલ્હાડીથી કેટલાંક લોકોએ કુતરાંનાં ત્રણ પગ કાપી નાખ્યા મામલે એક્ટર જ્હોન અબ્રાહમ (John Abraham) એ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, આ વીડિયો જોયા બાદ મને રાત્રે ઊંઘ નહોતી આવી. કુતરાને કુલ્હાડીએ કાંપ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ફિલ્મી સ્ટાર્સ સુધી પહોંચ્યો. એક્ટર જ્હોન અબ્રાહમે આ વીડિયો જોયા બાદ અલવર પોલીસ અધીક્ષક સાથે વાત કરી છે.

    આ પણ વાંચો- નૈતિક-અક્ષરા, અનુપમા-વનરાજ... TVની રોમેન્ટિક જોડીઓ, જે રિયલ લાઇફમાં એકબીજાનું મોઢું નથી જોતા

    અલવરનાં રૈણીમાં ગત દિવસોમાં કુતરાંને નિર્દયતાથી ધારદાર હથિયારથી ત્રણ પગ કાપી નાખ્યાં. ત્ચાં હાજર કેટલાંક લોકોએ છુપાઇને વીડિયો બનાવી લીધો. અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. ઘટનામાં અશોક મીણીએ નામજોગ કેસ દાખલ કરાવ્યો છે. આ મામલે ગંભીરતા જોઇ પોલીસે તુરંત જ FIR દાખલ કરાવતા 2 આરોપીયો બાબૂલાલ અને મિડ્યારામ મીણાની ધરપકડ કરી છે. જે બાદથી સતત આ સંપૂર્ણ ઘટનાની ચર્ચા વિષય બની ગઇ છે. આ વીડિયો માયા નગરી મુંબઇ સુધી પહોંચી ગઇ છે.

    " isDesktop="true" id="1108132" >

    જ્હોન અબ્રાહમે અલવર પોલીસનો એક વીડિયો બનાવી દીધો છે. જેમાં તે કહે છે, 'હું પશુઓ અંગે વાત કરી રહ્યો છું. પશુ મારા સૌથી નજીક છે. મે એક વાયરલ વીડિયો જોયો જેમાં એક કુતરાંનો પગ કાપવામાં આવે છે. વીડિયો જોયા બાદ હું પરેશાન થઇ ગયો. આપણે આવાં લોકો વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે. સાથે જ પોલીસનો સહયોગ કરવો પડશે.'

    આ પણ વાંચો- 'Taarak Mehta..' નાં NATTU KAKAએ જણાવી અતિંમ ઇચ્છા, આવી રીતે થવું છે દુનિયાથી વિદા

    તેણે લોકોને અપીલ કરી હતી કે, કોઇપણ આવી ઘટના આપની આસપાસ થાય છે તો તુરંત જ પોલીસને સુચન કરો. અને તેનો વિરોધ કરો. પશુઓને પ્રેમ આપો અને તેમનું ખ્યાલ રાખો. તે આપનાંથી કેવલ પ્રેમ માંગે છે અન્ય કંઇ નહીં.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Alwar Video, Entertainment news, John abrahm, John Abrahm Video, News in Gujarati, ગુજરાતી ન્યૂઝ, વાયરલ વીડિયો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन