'RAW'માં સિક્રેટ એજન્ટ બાદ હવે વિંગ કમાન્ડર અભિનંદન બનવા માગે છે જ્હોન

News18 Gujarati
Updated: March 5, 2019, 7:41 AM IST
'RAW'માં સિક્રેટ એજન્ટ બાદ હવે વિંગ કમાન્ડર અભિનંદન બનવા માગે છે જ્હોન
સોમવારે મુંબઇમાં ફિલ્મ રોનું ટ્રેલર રીલિઝ થયું

હવે અભિનેતા જ્હોન અબ્રાહમ, સિકંદર ખેર અને મોની રોય સ્ટારર ફિલ્મ 'રો' બોક્સ ઓફિસ પર રીલિઝ માટે તૈયાર છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: દેશમાં દેશભક્તિનો માહોલ છે. સોશિયલ મીડિયામાં દેશભક્તિ અને ભારત-પાક તણાવની વાતો થઇ રહી છે. આવામાં સતત દેશભક્તિ અને સેના સાથે જોડાયેલી બોલિવૂડ ફિલ્મ્સ જોવા મળી રહી છે. આવામાં હવે અભિનેતા જ્હોન અબ્રાહમ, સિકંદર ખેર અને મોની રોય સ્ટારર ફિલ્મ 'રો' બોક્સ ઓફિસ પર રીલિઝ માટે તૈયાર છે.

સોમવારે મુંબઇમાં ફિલ્મ 'રો'નું ટ્રેલર રીલિઝ થયું. આ દરમિયાન જ્હોન અબ્રાહમને દેશની હાલની સ્થિતિ અંગે ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જ્યાં જ્હોને પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યો હતો. જ્યારે મીડિયાએ જ્હોનને પૂછ્યું કે તે વિંગ કમાન્ડર અભિનંદનનો રોલ ફિલ્મી પડદે કરવા માગીશ? જે અંગે જ્હોને કહ્યું કે, તે રિયલ લાઇફ હીરો છે અને હું રીલ લાઇફ હીરો છું. જો મને ચાન્સ મળશે તો જરૂર કરીશ, પરંતુ અભિનંદન અસલ હીરો છે.

હાલમાં જ કંગના રનૌટે કહ્યું હતું કે, બોલિવૂડ સ્ટાર્સે રાજકીય મુદ્દાઓ અંગે વાત કરવી જોઇએ. કેમ કે, બોલિવૂડ હીરો ઘણા લોકો માટે રોલ મોડલ હોય છે.

આ પણ વાંચો: ઓમ નમ: શિવાયથી હર હર મહાદેવ, આ રીતે બોલિવૂડ સેલિબ્રિટીઝે ઉજવી શિવરાત્રિ

આ અંગે જ્હોને કહ્યું કે, કંગના રનૌટ રાજકીય મુદ્દાઓથી વાકેફ રહે છે. પરંતુ મારું માનવું છે કે રાજકીય મુદ્દે ત્યારે જ વાત કરવી જોઇએ જ્યારે તમારી પાસે દરેક વાત, દેશ અને વિદેશી મુદ્દાઓ સાથે જોડાયેલી માહિતી હોય. અધૂરી માહિતી હોય તો મૂર્ખતાભર્યુ નિવેદન આપવા કરતાં સારું છે કે તમે એ અંગે વાત ન કરો.

પાકિસ્તાનમાં ફિલ્મ 'રો' રીલિઝ થશે કે કેમ? આ પ્રશ્ન પૂછાતાં જ્હોને આ વાત પ્રોડ્યુસર અને બેનર તરફ ફેરવતાં કહ્યું કે, ફિલ્મનું સ્ટુડિયો આ અંગે જવાબ આપે તો સારું છે.
First published: March 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...