Home /News /entertainment /Satyameva Jayate 2 Box Office Collection: 'સત્યમેવ જયતે 2'ની ધીમી શરૂઆત

Satyameva Jayate 2 Box Office Collection: 'સત્યમેવ જયતે 2'ની ધીમી શરૂઆત

સત્યમેવ જયતે 2 બોક્સ ઓફિસ કલેક્શન

જોન અબ્રાહમ અને ફિલ્મ નિર્માતાઓ માટે સારા સમાચાર એ છે કે, આ ફિલ્મને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના સિંગલ થિયેટરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે

    નવી દિલ્હી: જ્હોન અબ્રાહમ (John Abraham) સ્ટારર 'સત્યમેવ જયતે 2' (Satyameva Jayate 2) 25 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવી ગઈ હતી. ફિલ્મમાં જોન અબ્રાહમ ઉપરાંત દિવ્યા કુમાર ખોસલા લીડ રોલમાં છે. આ ફિલ્મ 2018માં આવેલી ફિલ્મ 'સત્યમેવ જયતે'ની સિક્વલ છે. 'સત્યમેવ જયતે'ને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે 'સત્યમેવ જયતે 2' વિશે વાત કરીએ તો, ફિલ્મને વિવેચકો તરફથી પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે અને ફિલ્મને બોક્સ ઓફિસ (Satyameva Jayate 2 Box Office Collection) પર પણ ધીમી શરૂઆત મળી છે.

    પ્રથમ દિવસની કમાણી

    ફિલ્મને મલ્ટિપ્લેક્સને બદલે સિંગલ થિયેટરોમાં વધુ દર્શકો મળી રહ્યા છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, 'સત્યમેવ જયતે 2' એ પહેલા દિવસે 3 કરોડની કમાણી કરી છે. તો, જોન અબ્રાહમ અને ફિલ્મ નિર્માતાઓ માટે સારા સમાચાર એ છે કે, આ ફિલ્મને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓરિસ્સાના સિંગલ થિયેટરોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે આવનારા દિવસોમાં આ ફિલ્મ કેવી કમાણી કરે છે તેના પર પણ સૌની નજર રહેશે.

    ભારતમાં 2500 સ્ક્રીનમાં રિલીઝ થઈ

    તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ભારતમાં 2500 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. તો, આ ફિલ્મ વિદેશમાં 1000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. 'સત્યમેવ જયતે'નું લાઈફટાઈમ કલેક્શન 80 કરોડ હતું. આ ફિલ્મ તેને માત આપી શકશે કે કેમ તે પણ જોવાનું રહેશે.

    સૌથી મોટી મુશ્કેલી

    'સત્યમેવ જયતે 2'ની સામે સૌથી મોટી સમસ્યા એ છે કે, આજે એટલે કે 26 નવેમ્બરે સલમાન ખાનની ફિલ્મ 'એન્ટીમઃ ધ ફાઈનલ ટ્રુથ' રિલીઝ થઈ રહી છે. સલમાન ખાન આ ફિલ્મથી બે વર્ષ પછી મોટા પડદા પર ધમાલ મચાવતો જોવા મળશે. તેની છેલ્લી ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' પણ OTT પર રિલીઝ થઈ હતી. તેથી માનવામાં આવે છે કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકે છે. આવી સ્થિતિમાં કમાણીના મામલે સૌથી મોટું નુકસાન 'સત્યમેવ જયતે 2'ને થઈ શકે છે.

    આ પણ વાંચોવિલ સ્મિથનો ચોંકાવનારો ખુલાસો, બ્રેકઅપ બાદ કરવા લાગ્યો હતો હદથી વધુ સેક્સ

    વિક-એન્ડનો લાભ

    જો કે ફિલ્મ શનિવાર અને રવિવારે વીકેન્ડમાં સારી કમાણી કરી શકે છે. તેથી શુક્રવાર પછી શનિવાર અને રવિવારે પણ ફિલ્મનું કલેક્શન વધી શકે છે. આ સપ્તાહાંત 'સત્યમેવ જયતે 2' માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ ડબલ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, John Abraham

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन