ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમ છેલ્લે ફિલ્મ 'સત્યમેવ જયતે'માં જોવા મળ્યો હતો. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે જ્હોન તેની આગામી નવી ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર ઉતરવા માટે તૈયાર છે. જ્હોનની આગામી ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર'નું પહેલું પોસ્ટર રીલિઝ થયું છે.
જ્હોન અબ્રાહમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પોસ્ટર શેર કરતાં લખ્યું, એક વ્યક્તિના ઘણા ચહેરા, એક મિશન દેશની રક્ષા કરવી. પ્રસ્તુત છે રોનો રોમિયો, એક દેશભક્તની સાચી ઘટના પર આધારિત. જ્હોને આ સંદેશની જેમ ફિલ્મના પોસ્ટરમાં તેના અનેક ચહેરા જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મમાં જ્હોન 18 જુદા-જુદા પાત્રના ગેટઅપમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે એક રો એજન્ટના પાત્રમાં જોવા મળશે.
આ ફિલ્મમાં 70-80ના દાયકાની કાર્સ અને સેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ફિલ્મને એક અલગ જ લુક આપે છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રીલિઝ થયા બાદ દર્શકોમાં ફિલ્મના ટ્રેલરને લઇને ઇત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રોબી ગ્રેવાલે કર્યું છે. જ્યારે ફિલ્મનું શૂટિંગ ગુજરાત, મુંબઇ, શ્રીનગર અને નેપાળમાં કરવામાં આવ્યું છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર