સોશિયલ મીડિયામાં છવાયા જ્હોનના 28 લુક, 'RAW'નું ટીઝર રીલિઝ

News18 Gujarati
Updated: January 26, 2019, 7:52 PM IST
સોશિયલ મીડિયામાં છવાયા જ્હોનના 28 લુક, 'RAW'નું ટીઝર રીલિઝ
ફિલ્મ RAWનું ટીઝર રીલિઝ થયું છે

ફિલ્મનું RAW જોઇને એવું લાગે છે કે તે ભારતીય એજન્સી રો પર આધારિત હશે, પરંતુ એવું નથી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમ આજકાલ ફિલ્મ RAW (R- રોમિયો, A- અકબર, W- વાલ્ટર)ને લઇને ચર્ચામાં છે. શુક્રવારે ફિલ્મનું ટીઝર રીલિઝ થયું છે, જે દર્શકોને પસંદ પડી રહ્યું છે. જ્હોન ઉપરાંત ફિલ્મમાં મોની રોય, જેકી શ્રોફ, સુચિત્રા કૃષ્ણામૂર્તિ અને સિકંદર ખેર પણ જોવા મળશે.

ફિલ્મનું RAW જોઇને એવું લાગે છે કે તે ભારતીય એજન્સી રો પર આધારિત હશે, પરંતુ એવું નથી. આ ફિલ્મ ત્રણ અલગ-અલગ નામો પણ આધારિત છે. RAWની ફોર્મ્યુલા છે R- રોમિયો, A- અકબર, W- વાલ્ટર. ફિલ્મની ટેગ લાઇન છે- Our Hero, Their Spy.

કહેવાય છે કે, આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ 28 લુકમાં જોવા મળશે. તે 26 વર્ષના યુવાનથી લઇને 58 વર્ષના વૃદ્ધના રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાણી એક સત્ય ઘટનાથી પ્રેરિત હોવાનું કહેવાય છે, જે 1971માં ભારત-પાક યુદ્ધ દરમિયાન ઘટી હતી.


આ પણ વાંચો: જ્હોનની ફિલ્મ રોમિયો અકબર વાલ્ટરનું પોસ્ટર રીલિઝ, આવી છે કહાણી

આ ફિલ્મ રોબી ગરેવાલે ડાયરેક્ટ કરી છે. રોબી ગરેવાલ આ પહેલાં 'સમય', 'MP3: મેરા પહેલા પ્યાર હૈ' અને 'આલુ ચાટ' ફિલ્મ્સ ડાયરેક્ટ કરી ચૂક્યા છે. આ ફિલ્મ 12 એપ્રિલે રીલિઝ થશે. 
First published: January 26, 2019
વધુ વાંચો
अगली ख़बर