attack teaser: જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘Attack’નું ટીઝર OUT, સુપર સોલ્જરના સાક્ષી બનવા તૈયાર થઈ જાઓ
attack teaser: જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘Attack’નું ટીઝર OUT, સુપર સોલ્જરના સાક્ષી બનવા તૈયાર થઈ જાઓ
જ્હોન અબ્રાહમ ફિલ્મ એટેકનું ટીઝર રિલીઝ થયું
જ્હોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ 'અટેક'નું ટીઝર (attack teaser) રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ (Film Attack)માં જ્હોનની સાથે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) લીડ રોલમાં જોવા મળશે.
જ્હોન અબ્રાહમ (John Abraham)ની આગામી ફિલ્મ 'અટેક'નું ટીઝર (attack teaser) રિલીઝ થઈ ગયું છે. લક્ષ્ય રાજ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધમાકેદાર છે, તેની ઝલક ટીઝર પરથી જોવા મળે છે. ટીઝર પરથી એ પણ સ્પષ્ટ છે કે, ફિલ્મમાં જ્હોનની એક્શન ફરી એકવાર દર્શકો જોવાના છે. આ ફિલ્મ (Film Attack)માં જ્હોનની સાથે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh), જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) લીડ રોલમાં જોવા મળશે. જેએ એન્ટરટેઈનમેન્ટ (JA Entertainment), પેન ઈન્ડિયા લિમિટેડ (Pen India Limited) અને એકે પ્રોડક્શન્સ (AK Productions)ની આ ફિલ્મ 28 જાન્યુઆરીએ રિલીઝ (Attack release date) થશે.
જ્હોન અબ્રાહમની 'એટેક'નું ટીઝર
પોતાના ઈન્સ્ટાગ્રામ પર 'એટેક'નું ટીઝર (attack teaser release) શેર કરીને જ્હોન અબ્રાહમે કહ્યું છે કે, આ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મ પણ ગણતંત્ર દિવસના અવસર પર રિલીઝ થઈ રહી છે. ટીઝરમાં જોવા મળે છે કે, હુમલાનો એક સીન છે જેમાં જ્હોનની આસપાસ બધુ વિખરાયેલું છે. આ પછી જ્હોન સંપૂર્ણ એક્શનમાં જોવા મળે છે. આ ટીઝર સાથેના કેપ્શનમાં લખ્યું છે, 'ભારતના પ્રથમ સુપર સૈનિકના સાક્ષી બનવા માટે તૈયાર થાઓ! ટીઝર બહાર. 'અટેક' 28 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.
'એટેક'નું ટીઝર જોઈને ફેન્સ જોન અબ્રાહમના જોરદાર વખાણ કરી રહ્યા છે. એકે લખ્યું 'વાહ શું ફિલ્મ છે જોન સર' અને બીજાએ લખ્યું 'આ મૂવી ઓસમ બનવાની છે, આ ફિલ્મમાં શું એક્શન ક્રિએટ કરવામાં આવ્યું છે'. આ સિવાય ઘણા ફેન્સ જ્હોનને પૂછી રહ્યા છે કે, તેણે ઈન્સ્ટાગ્રામ પરથી તેના તમામ ફોટો કેમ હટાવી દીધા?
જણાવી દઈએ કે, 'એટેક'ના લેખક અને નિર્દેશક બંને લક્ષ્ય રાજ આનંદ છે. લક્ષ્ય માટે આ ફિલ્મ ઘણી રીતે મહત્વની છે. લક્ષ્ય આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. ફિલ્મમાં જ્હોન એક રેન્જરની ભૂમિકામાં છે જે દેશને બચાવવાનું કામ કરે છે.
જ્હોન અબ્રાહમ અને મેકર્સ 'એટેક'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, જ્હોને મીડિયાને કહ્યું કે 'આ ફિલ્મ ફુલ ઓન એક્શન ડ્રામા બનવા જઈ રહી છે'. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મમાં કમાન્ડો ટીમના રેસ્ક્યુ ઓપરેશનની વાર્તા બતાવવામાં આવશે. આ ફિલ્મ પહેલા 13 ઓગસ્ટ 2021ના રોજ રિલીઝ થવાની હતી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર