Home /News /entertainment /

જ્હોન અબ્રાહમે 3 વર્ષમાં ત્રણ વખત ફી વધારી, જાણો 'એક વિલન રિટર્ન્સ' માટે તેણે કેટલા કરોડ લીધા

જ્હોન અબ્રાહમે 3 વર્ષમાં ત્રણ વખત ફી વધારી, જાણો 'એક વિલન રિટર્ન્સ' માટે તેણે કેટલા કરોડ લીધા

જ્હોન અબ્રાહમ એક વિલન રિટર્ન્સ ફી

છેલ્લા ત્રણ વર્ષમાં જ્હોન અબ્રાહમે (John Abraham) લગભગ ત્રણ ગણો ફી વધારો કર્યો છે. જ્હોન 3 વર્ષ પહેલા સુધી 7 કરોડ ફી લેતો હતો. કોરોના સમયગાળા દરમિયાન, જ્યાં ભૂતકાળમાં ઘણા સ્ટાર્સે તેમની ફીમાં ઘટાડો કર્યો છે

    મુંબઈઃ જ્હોન અબ્રાહમ (John Abraham) તેની મજબૂત ફિટનેસની સાથે સાથે તેની શાનદાર એક્ટિંગ દ્વારા પણ ચાહકોના દિલ પર રાજ કરે છે. સોશિયલ મીડિયા પર પણ તેની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે, જે તેની દરેક ગતિવિધિ પર નજર રાખે છે. તેની ફિલ્મો પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. આ દરમિયાન જોન અબ્રાહમની ફી (John Abraham Fees) અંગે પણ મોટો ખુલાસો થયો છે. જે મુજબ અભિનેતાએ છેલ્લા 3 વર્ષમાં તેની ફી વધારી છે. તે પણ એક-બે નહીં, પરંતુ 3 વખત.

    એટલું જ નહીં, તેણે પોતાની નવી ફી સાથે એક ફિલ્મ પણ સાઈન કરી છે. જેના માટે તેણે 20 કરોડથી વધુની ફી વસૂલ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, જ્હોન અબ્રાહમે મોહિત સૂરીની 'એક વિલન રિટર્ન્સ' (ek villain returns) સાઈન કરી છે, જેના માટે તે 21 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. જ્હોન ફિલ્મની સાથે તેની ફી પણ વધારી રહ્યો છે. અગાઉ તેણે સત્યમેવ જયતે 2 કરતાં બાટલા હાઉસ માટે વધુ ફી વસૂલ કરી હતી અને તે પહેલાં તેણે સત્યમેવ જયતે 2 માટે પણ ફીમાં વધારો કર્યો હતો.

    અગાઉ તેણે પઠાણની ફીમાં વધારો કર્યો હતો અને હવે તેણે એક વિલન રિટર્ન્સ માટે પણ ફી વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્હોન અબ્રાહમે આદિત્ય ચોપરાની ફિલ્મ 'પઠાણ' માટે પણ તગડી ફી લીધી છે. જોન અબ્રાહમે આ ફિલ્મ માટે 20 કરોડ લીધા છે. આ ફિલ્મ દ્વારા શાહરૂખ ખાન 2018 પછી કમબેક કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન (Shahrukh Khan) ની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone) પણ જોવા મળશે.

    આ પણ વાંચોBikini Girl અર્ચના ગૌતમ રાજકારણના રંગમાં, હવે કોંગ્રેસ તરફથી યુપી વિધાનસભા ચૂંટણી લડશે

    છેલ્લા ત્રણ વર્ષમાં જ્હોન અબ્રાહમે (John Abraham) લગભગ ત્રણ ગણો ફી વધારો કર્યો છે. જ્હોન 3 વર્ષ પહેલા સુધી 7 કરોડ ફી લેતો હતો. કોરોના સમયગાળા દરમિયાન, જ્યાં ભૂતકાળમાં ઘણા સ્ટાર્સે તેમની ફીમાં ઘટાડો કર્યો છે, ત્યાં જ્હોન સતત તેની ફીમાં વધારો કરી રહ્યો છે. એક વિલન રિટર્ન્સ (ek villain returns) આ વર્ષે જુલાઈ 2022માં રિલીઝ થશે. જેમાં જ્હોન અબ્રાહમ સાથે અર્જુન કપૂર અને દિશા પટણી પણ જોવા મળશે. તેનું નિર્દેશન મોહિત સૂરી કરી રહ્યા છે. આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ અભિનીત એક વિલનની સિક્વલ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, John Abraham, જ્હોન અબ્રાહમ

    આગામી સમાચાર