ન્યૂઝ18 ગુજરાતી: કપિલ શર્માનો કોમેડી શો 'ધ કપિલ શર્મા શો'ની ટીઆરપીમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. નંબર વન પર રહેનાર કપિલનો શો આ સપ્તાહે ટોપ 5ના લિસ્ટમાંથી બહાર થઇ ગયો. જોકે, કપિલ શર્મા તેના શોમાં સતત મહેમાનોને બોલાવી સરસ એપિસોડ આપતો જોવા મળી રહ્યો છે. હાલમાં જ તેના શોમાં જ્હોન અબ્રાહમ અને મોની રોય મહેમાન બન્યા હતા.
કપિલના શોમાં જ્હોન મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો હતો. તે આ શોમાં ફિલ્મ 'રોમિયો અકબર વોલ્ટર'ના પ્રમોશન માટે આવ્યો હતો. આ દરમિયાન જ્હોનને સવાલ કરવામાં આવ્યો હતો કે, જો તેને કોઇ શક્તિ મળે જેનાથી તે કોઇનું પણ રૂપ ધારણ કરી શકે તો તે કોનું રૂપ લેશે? આના જવાબમાં જ્હોને જણાવ્યું હતું કે, હું કપિલ શર્મા બનવા માગુ છુ. કેમ કે, તે લગ્ન પછી પણ બીજા સાથે ફ્લર્ટ કરી શકે છે.
શોમાં જ્હોને ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. તેણે પોતના રોલ વિશે પણ રસપ્રદ વાતો શેર કરી હતી. ફિલ્મમાં જ્હોન એક બેંકરના પાત્રમાં છે, જે સ્ટેજ પર પર્ફોર્મ પણ કરે છે. રોની નજર જ્હોનના પાત્ર પર પડે છે અને તે તેને એજન્ટ બનવાની ટ્રેનિંગ આપે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનું નિર્દેશન રોબી ગ્રેવાલે કર્યું છે. ફિલ્મમાં જ્હોન અને મોની ઉપરાંત જેકી શ્રોફ, સિકંદર ખેરે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર