જ્હોન અને ઇમરાનનો ચાલ્યો જાદૂ, 2 દિવસમાં 'મુંબઇ સાગા'એ કરી કરોડોની કમાણી

2 દિવસમાં 'મુંબઇ સાગા'એ કરી કરોડોની કમાણી

બોક્સ ઓફિસ ઇન્ડિયા ડોટ કોમની રિપોર્ટ અનુસાર, ફિલ્મ 'મુંબઇ સાગા' (Mumbai Saga)એ શનિવાર સુધીમાં 2.25થી 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સમયે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે, સંજય ગુપ્તાની આ ફિલ્મે પહેલાં દિવસે 2.83 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કોરોના વાયરસને કારણે લાગેલાં લોકડાઉન બાદ લાંબા સમયથી થિએટર્સમાં કોઇ ફિલ્મ રિલીઝ થઇ ન હતી. હવે જ્યારે ફિલ્મોને રિલીઝની મંજૂરી મળી છે ત્યારે જ્હોન અબ્રાહમ (John Abraham) અને ઇમરાન હાશ્મી (Emraan Hashmi) સ્ટાર ગેંગસ્ટર ડ્રામા 'મુંબઇ સાગા' (Mumbai Saga)ને દર્શકોએ સારામાં સારો પ્રતિસાદ આપ્યો છે. અચાનક વધતા કોરોનાનાં કેસને કારણે થિએટર્સમાં ફક્ત 50 ટકા સીટો પર ચલાવાની અનુમતિ મળી છે. તેમ છતાં ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો એવો રિસ્પોન્સ મળ્યો છે.

  બોક્સ ઓફિસ ઇન્ડિયા ડોટ કોમની રિપોર્ટ અનુસાર, ફિલ્મ 'મુંબઇ સાગા' (Mumbai Saga)એ શનિવાર સુધીમાં 2.25થી 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ સમયે ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું કે, સંજય ગુપ્તાની આ ફિલ્મે પહેલાં દિવસે 2.83 કોરડ રૂપિયાની કમાણી કરી છે. લેટેસ્ટ આંકડાની વાત કરીએ તો, ફિલ્મનું ટોટલ કલેક્શન અત્યાર સુધીમાં 5.22-5.25 કરોડ રૂપિયા છે. જે શહેરમાં વધતા કોરોના કેસને કારણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સેફ્ટીને ઇન્શ્યોર કરવાં માટે લગાવવામાં આવેલાં પ્રતિબંદને કારણે આશરે 25%નો ઘટાડો થવાનો સંકેત છે.

  જ્હોન અબ્રાહમે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે, તે OTT પ્લેટફર્મની જગ્યાએ થિએટરમાં ફિલ્મ બતાવવાને પ્રાથમિકતા આપે. તો PTIને જણાવ્યું કે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે સિનેમાઘરનાં માલિકોમાં વિશ્વાસ જગાડવો મહત્વપૂર્ણ છે. કારણ કે તે સિનેમાઘરોને Covid-19નાં પ્રોટોકોલનું પાલન કરતાં ખુલ્લા મુકે છે. જેથી દર્શકો ફરી એક વખત થિએટરમાં કોમ્યુનિટીની સાથે ફિલ્મ જોવાનું એન્જોય કરી શકે.'  જ્હોન વધુમાં કહે છે કે, 'મને વધુ લોકો સુધી પહોંચવું પસંદ છે અને હું ઇચ્છુ છું કે, દર્શકોને મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવાનો અનુભવ મળી શકે. અમે ફિલ્મોમાં મોટા પડદા, હીરોઇઝમનાં સેન્સમાં ખોવાઇ ગયો હતો. અને 'મુંબઇ સાગા' આ દિવસો પાછા લાવશે.'  જ્હોને ગેંગસ્ટર ડ્રામા 'મુંબઇ સાગા'માં એક નવાં એક્શન અવતારમાં વાપસીની છે. તે કહે છે કે, તેનાં માટે એક એક્શન સીન કરવું, એક આઇટમ સોન્ગ કરવાં જેવું છે. તે વધુમાં જણાવે છે કે, 'તેને માસ- ઓરિએન્ટેડ ફિલ્મોમાં કામ કરવું પસંદ છે. કારણ કે માસ ઓડિયન્સે તેનાં કરિઅરને આકાર આપ્યો છે. જ્હોને કહ્યું કે, 'કેટલાંક એક્ટર્સને ડાન્સ કરવો પસંદ છે. મારા માટે એક્શન એજ ડાન્સ છે. આ આઇટમ સોન્ગ જેવું હોય છે.''
  Published by:Margi Pandya
  First published: