ન્યૂઝ18 ગુજરાતી: કાળિયાર શિકાર મામલે જોડાયેલાં હથિયારનું લાઇસન્સ ગૂમ થઇ જવાને લઇને સલમાન ખાન તરફથી જુઠ્ઠુ શપથ પત્ર મંગળવારે CJM (ગ્રામીણ) કોર્ટમાં સુનાવણી થઇ. આ વર્ષ 1998ને આ મામલે સુનાવણી દરમિયાન સલમાન ખાનનાં વકિલે કોર્ટમાં કહ્યું હતું કે, સલમાન ખાનનો કોઇપણ રીતે એવું મંત્વ્ય ન હતું કે તે, જુઠુ શપથ પત્ર રજૂ કરે. એવામાં તેમનાં વિરુદ્ધ કોઇપણ પ્રકારની ન્યાયિક કાર્યવાહી નથી થઇ. 20 વર્ષ પહેલાં જોધપુરમાં ફિલ્મ 'હમ સાથ સાથ હૈ'નાં શૂટિંગ માટે આવેલી ફિલ્મની ટીમે ચિંકારાનો શિકાર કર્યો હતો.
જુઠા શપથપત્ર મામલે આવશે નિર્ણય
તે પ્રકરણમાં સલમાન તરફથી હથિયારનું લાયસન્સ ખોવાઇ ગયાને લઇને શપથ પત્ર રજૂ કરવામાં આવ્યું છે. સામા પક્ષે આ શપથ-પત્રને જુઠુ ગાવી કોર્ટને ગુમરાહ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેનાં માટે કલમ 340 હેઠળ કાર્યવાહી શરૂ કરવા પ્રાર્થના પત્ર વર્ષ 2006માં રજૂ કર્યુ હતું. આ મામલે સતત સુનાવણી થયા બાદ કરો્ટે મંગળવારે આ કેસમાં 17 જૂનનાં રોજ નિર્ણય સંભળાવવાનો આદેશ કર્યો છે.