Home /News /entertainment /ગેંગસ્ટર લોરેંસ વિશ્નોઈએ સલમાન ખાનને મારવાની આપી ધમકી

ગેંગસ્ટર લોરેંસ વિશ્નોઈએ સલમાન ખાનને મારવાની આપી ધમકી

વિશ્નોઈ સમાજ વન્ય જીવોને પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે...

વિશ્નોઈ સમાજ વન્ય જીવોને પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે...

ગેંગસ્ટર લોરેંસ વિશ્નોઈએ ફિલ્મ અભિનેતા સલમાન ખાનને જોધપુરમાં જ મારવાની ધમકી આપી છે.

લોરેંસ વિશ્નોઈએ પોલીસ કસ્ટડીમાં જ શુક્રવારે જોદપુરમાં મીડિયા સાથે વાત કરતા આ દમકી આપી છે. લોરેંસ વિશ્નોઈ પર હત્યા, વસુલી, ફાયરિંગ, મારામારી જેવા કેટલાએ ગુના દાખલ છે.

લોરેંસ વિશ્નોઈએ સલમાન ખાનને ત્યારે ધમકી આપી છે, જ્યારે લોરેંસ વિશ્નોઈને મોટી પોલિસ સુરક્ષામાં જોદપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો હતો. કેટલાક દિવસ પહેલા લોરેંસ વિશ્નોઈ પર એક વેપારીને ગોળી મારી હત્યા કરવાનો આરોપ લાગ્યો હતો, આ મુદ્દે પોલીસ તેને કોર્ટમાં લઈ જઈ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં સલમાન ખાન પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારથી સલમાન ખાન વિશ્નોઈ સમાજ માટે વિલન બની ગયો છે. વિશ્નોઈ સમાજ વન્ય જીવોને પોતાના બાળકની જેમ પ્રેમ કરે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

કોણ છે લોરેંસ વિશ્નોઈ?
હાલમાં એક વેપારીની હત્યા બાદ વધુ ચર્ચામાં આવેલ ગેંગસ્ટર લોરેંસ વિશ્નોઈ મૂળ પંજાબનો છે. લોરેંસ વિશ્નોઈના પિતા પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ છે. એકલા લોરેંસ વિશ્નોઈ પાસે કરોડોની જમીન છે. વિદ્યાર્થી સમયમાં રાજનીતીમાં હાર્યા બાદ તેની ગુંડાગર્દીની સફર શરૂ થઈ. 25 વર્ષના લોરેંસ વિશ્નોઈ પર બે ડઝનથી પણ વધારે કેસ અલગ-અલગ રાજ્યોમાં ચાલી રહ્યા છે. ચંદીગઢના ડીએવી સ્કૂલમાં તેણે 12માં ધોરણનો અભ્યાસ કર્યો હતો. લોરેંસ વિશ્નોઈનું કહેવું છે કે, પોલીસ તેને ખોટા-ખોટા કેસોમાં ફસાવતી રહી છે.
First published:

Tags: બોલીવુડ, સલમાન ખાન

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन