સલમાન ખાનને કોર્ટનો ઝટકો, હવે વિદેશ જવા માટે દરેક વખતે લેવી પડશે મંજૂરી

salman khan file photo

સલમાનને કાળિયા હરણ શિકાર કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. સલમાન સિવાય બાકી તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે...

  • Share this:
    બોલિવુડ એક્ટર સલમાન ખાનની મુસીબત ઓછી થવાનું નામ નથી લઈ રહી. કોર્ટે એકવાર ફરી સલમાન ખાનને મોટો ઝટકો આપ્યો છે. જોધપુર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટે સલમાન ખાનની તે અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે વિદેશ જવાની મંજૂરી માંગી હતી. કોર્ટના આ આદેશ બાદ હવે સલમાને દરેક વખતે વિદેશ જતા પહેલા કોર્ટ પાસેથી મંજૂરી લેવી પડશે.

    શુક્રવારે કાળા હરણ શિકાર કેસ સમયે સલમાન ખાનના વકિલે કોર્ટમાં એક એપ્લીકેશન રજૂ કરી હતી. આમાં સીજેએમ ગ્રામીણ દ્વારા સલમાન ખાન પર મંજૂરી વગર વિદેશ યાત્રા કરવા પર લગાવેલા પ્રતિબંધને હટાવી તેને વિદેશ યાત્રાની સ્થાયી અનુમતી આપવાની માંગ કરવામાં આવી હતી.

    શુક્રવારે આ મામલામાં સુનાવણી અધુરી રહી ગઈ હતી. આજે થયેલી સુનાવણી બાદ કોર્ટે સલમાનની અરજીને ફગાવી દીધી છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે, સલમાનને હવે દરેક વખતે વિદેશ ગયા પહેલા પરવાનગી લેવી પડશે.

    આ બાજુ કાળા હરણ શિકાર કેસમાં સલમાનના વકિલે બીજી અરજી દાખલ કરી છે. આમાં 10થી 26 ઓગષ્ટે સલમાને આબૂદાબી અને માલ્ટા જવા માટેની મંજૂરી માંગી છે. આ અરજી પર સુનાવણી બાકી છે.

    શું છે પૂરો મામલો?
    19 વર્ષ પહેલા સપ્ટેમ્બર 1998માં સલમાન ખાન જોધપુરમાં સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈનું શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે તે ફિલ્મના અન્ય સહયોગી સૈપ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બૂ અને નીલમ સાથે શિકાર પર ગયો હતો. સલમાન પર આરોપ છે કે, તેણે સંરક્ષિત કાળા હરણનો શિકાર કર્યો હતો. શિકારની તારીખ 27 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર જણાવવામાં આવી છે. કલાકારો પર સલમાનને પ્રોત્સાહીત કરવાનો આરોપ છે. હવે સલમાનને કાકણી હરણ શિકાર કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યો છે. સલમાન સિવાય બાકી તમામ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.

    કેટલા કેસ છે આ મામલે
    શિકાર મામલામાં સલમાન પર ચાર કેસ નોંધાયેલા છે
    પહેલો અને બીજો - મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાના શિકાર મામલે બે અલગ-અલગ કેસ
    ત્રીજો મામલો - કાંકણીમાં કાળા હરણનો શિકાર, જેમાં જોધપુર કોર્ટે સલમાનને દોષી જાહેર કર્યો છે.
    ચોથો મામલો - લાયસન્સ ખતમ થયા બાદ પણ .32 અને .22 બોરની રાયફલ રાખવાનો. ચોથો આ મામલો આર્મ્સ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે.
    Published by:kiran mehta
    First published: