વેબ સીરિઝ 'આશ્રમ'ની મુશ્કેલીઓ વધી, બોબી દેઓલ અને પ્રકાશ ઝાને જોધપુર હાઇકોર્ટે ફટકારી નોટિસ

આશ્રમ મામલે બોબી દેઓલ અને પ્રકાશ ઝાને જોધપુર હાઇકોર્ટે ફટકારી નોટિસ

આશ્રમ વેબ સીરિઝ (Ashram WebS series) વિરુદ્ધ ગાખળ એક કેસમાં બોલિવૂડ એક્ટર બોબી દેઓલ (Bobby Deol) અને નિર્માતા પ્રકાશ ઝા (Prakash Jha)ને જોધપુરની કોર્ટ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે આ મામલાની સુનાવણી આગામી મહિને એટલે કે 11 જાન્યુઆરી 2021નાં થશે.

  • Share this:
    જોધપુર: આ સમયનાં સૌથી મોટા સમચાર જોધપુરથી આવી રહ્યાં છે. ચર્ચિત વેબ સીરિઝ આશ્રમ (Ashram Web Series) અંગે બોલિવૂડ એક્ટર બોબી દેઓલ (Actor Bobby Deol) અને વેબ સિરીઝનાં નિર્માતા પ્રકાશ ઝા (Film Producer Prakash Jha)ને કોર્ટ તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી હવે 11 જાન્યુઆરીનાં તશે. આ રીતે બંનેને 11 જાન્યુઆરી સુધી કોર્ટ (Jodhpur Court)ની નોટિસનો જવાબ આપવાનો રહેશે. આપને જણાવી દઇએ કે 'આશ્રમ' વેબ સિરીઝ MX પ્લેયર પર રિલીઝ કરવામાં આવી હતી. જેમાં આશ્રમની અંદર મહિલાઓની સાથે થનારા ઉત્પીડનને બતાવવામાં આવ્યું છે.

    'આશ્રમ' વેબ સીરિઝ પહેલી સિઝન રિલીઝ થતા જ તેનાં નિર્માતાઓ અને કલાકારો ઉપર ધાર્મિક ભાવનાઓને આહત કરવાનો આરોપ લાગ્યો હતો. વેબ સીરિઝની બિજી સિઝન આવ્યા બાદ નિર્માતાઓ ઉપર ભાવના આહત કરવાનો આરોપ લગા્યો છે. જોકે, વેબ સીરિઝનો મુખ્ય કલાકાર બોબી દેઓલ અને નિર્માતા પ્રકાશ ઝાએ તેમનાં ઉપર લાગેલાં તમામ આરોપો ખારીજ કરી દિધા છે.

    ન્યૂઝ 18 સાથે લાઇવ વાતચીતમાં બંનેએ સાધુ-સંતો મામલે કોઇ પ્રકારની ભાવનાઓથી ખિલવાડ ન કર્યા હોવાની વાત કરી છે. વેબ સીરિઝનાં નિર્માતા પ્રકાશ ઝાએ સ્પષ્ટ કર્યું છે કે, પબ્લિક ડોમેનમાં જે વાતો અને તથ્ય છે. તેનાં આધારે જ 'આશ્રમ' વેબ સીરિઝ બનાવવામાં આવી છે.



    બોબી દેઓલે ફેસબૂક પર ન્યૂઝ 18 સાથે લાઇવ વાતચીતમાં કહ્યું હતું કે, આ વેબ સીરિઝમાં ધર્મનાં નામ પર ફ્રોડ કરનારા બાબાઓ વિરુદ્ધ વાતો કરવામાં આવી છે, તો નિર્માતા પ્રકાશ ઝાએ કહ્યું કે, 400 મિલિયનથી વધુ લોકોએ આ વેબ સીરિઝ જોઇ હતી.



    પ્રકાશ ઝાએ કહ્યું કે, આપણો ધર્મ મહાન છે, આપણાં ધર્મ ગ્રંથ મહાન છે. પણ જે તેની આડમાં પ્રપંચ કરે છે તેમને બેનકાબ કરવા અને સમાજની સામે સત્ય લાવવાનો આ એક પ્રયાસ છે. જેને લોકોએ પસંદ કર્યું. તેમણે જણાવ્યું કે વેબ સીરિઝમાં જે કંઇ કહેવામાં આવ્યું હતું તે પબ્લિક ડોમેનમાં છે. તે માટે કોઇ સાચા ધર્મ ગુરુએ વેબ સીરિઝ અંગે આપત્તિ નથી ઉઠાવી.
    Published by:Margi Pandya
    First published: