અચનાક બિગ બીની તબિયત લથડી, અધવચ્ચેથી જ છોડ્યું શૂટિંગ

News18 Gujarati
Updated: March 13, 2018, 12:13 PM IST
અચનાક બિગ બીની તબિયત લથડી, અધવચ્ચેથી જ છોડ્યું શૂટિંગ
News18 Gujarati
Updated: March 13, 2018, 12:13 PM IST
જોધપુર: સદીના મહાનાયક અમિતભા બચ્ચનને જોધપુરમાં શૂટિંગ દરમિયાન અચાનક પેટમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. જેથી ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું. પેટ દર્દના ઇલાજ માટે અમિતાભજીના ડોક્ટરને મુંબઈથી ચાર્ટર વિમાન દ્વારા જોધપુર બોલાવવામાં આવ્યા છે. હાલ તો અમિતાભ બચ્ચન જોધપુરની એક હોટલમાં રોકાયા છે. જ્યા તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

બતાવવામાં આવી રહ્યું છે કે અમિતભા બચ્ચન એક ફિલ્મના શૂટિંગ માટે જોધપુર ગયા છે. ત્યારે આજે વહેલી સવારે 4 વાગ્યે તેને અચાનક પેટમાં દુખાવો થયો હતો. જેથી ડોક્ટર્સની ટીમને તાત્કાલીક જોધપુર બોલાવવામાં આવી છે. હાલ તો અમિતાભ બચ્ચન આરામ કરી રહ્યાં છે.

સુત્રો અનુસાર અમિતાભજી હોટલના રૂમમાં આરામ કરી રહ્યાં હતા. અને તેમને સવાર સુધી શૂટિંગ કર્યું હતું. ત્યારે સવારે જ તેને પોતાના બ્લોગમાં લખ્યું હતું કે તે પોતાની ડોક્ટર્સની ટીમ સાથે મુલાકાત કરશે. અમિતજીએ સવારે જ બ્લોગમાં લખ્યું હતું કે તેની તબિયત ખરાબ છે.

થોડા સમય પહેલા જ કરેલી ટ્વીટ:


મહત્વનું છે કે અમિતાભ બચ્ચન પોતાની અપકમિંગ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન' નું શૂટિંગ કરી રહ્યાં હતા. તે દરમિયાન અમિતજીની તબિયત ખરાબ થઈ હતી.

 
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर