પત્નીના કરવા ચોથના વ્રતે બચાવ્યો હતો જિતેન્દ્રનો જીવ, જિતેન્દ્રએ વર્ણવેલો Accidentનો રસપ્રદ કિસ્સો

જીતેન્દ્રએ 45 વર્ષે પહેલા બનેલી એક ઘટના યાદ કરી હતી

6 દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં મુખ્ય અભિનેતા તરીકે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત જિતેન્દ્ર પોતાના અંગત જીવન માટે પણ સમાચારમાં રહેતા હતા

  • Share this:
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર (Jitendra) તેમના સમયના ટોચના અભિનેતા (Actor) રહી ચૂક્યા છે. તેમના અભિનયના લાખો ચાહકો હતા. તેમની ફિલ્મોએ બોક્સ ઓફિસ (Box office) પર સારો દેખાવ કર્યો હતો. તેમણે 6 દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં મુખ્ય અભિનેતા તરીકે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત જિતેન્દ્ર પોતાના અંગત જીવન માટે પણ સમાચારમાં રહેતા હતા. ત્યારે ફરી તેમણે સમાચારમાં જગ્યા બનાવી છે. કપિલ શર્મા શો (Kapil Sharma)માં પહોંચેલા જિતેન્દ્રએ જણાવ્યું કે, કરવા ચોથ (Karwa Chauth)ના ઉપવાસને કારણે તેઓ મૃત્યુથી બચી ગયા હતા.

જિતેન્દ્રના જણાવ્યા અનુસાર, તેમની પત્ની શોભા (Shobha Kapoor)એ કરવા ચોથનું વ્રત કર્યું હતું.જેના કારણે ચેન્નાઈની ફ્લાઇટ ચુકાઈ ગઈ હતી. બાદમાં ફ્લાઇટ ક્રેશ થઈ હતી અને ઘણા લોકો મોતને ભેટ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર થોડા સમય પહેલા તેમની પુત્રી એકતા કપૂર સાથે કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલી જાણી અજાણી વાતો શેર કરી હતી. આ દરમિયાન તેમણે કરવા ચોથનો ઉલ્લેખ કરી પોતાનો જીવ કઈ રીતે બચ્યો તે કિસ્સો વર્ણવ્યો હતો.

કઈ રીતે બચ્યો જિતેન્દ્રનો જીવ?

જિતેન્દ્રએ કહ્યું કે, આ ઘટના 45 વર્ષ પહેલા 1976માં બની હતી. તે સમયે ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 176 લોકોના મોત થયા હતા. જિતેન્દ્રના જણાવ્યા અનુસાર તે દિવસે તેઓ ડી રામનાયડુ દિગ્દર્શિત ફિલ્મના શૂટિંગ માટે ચેન્નાઈ જવાના હતા. પણ તે દિવસે પત્ની શોભાએ લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. તેથી તે ઇચ્છતી નહોતી કે, તે ચેન્નાઈ જાય. પરંતુ જિતેન્દ્રએ ગમે તેમ કરીને શોભાને સમજાવ્યા હતા અને સાંજે હું એરપોર્ટ જવા નીકળી ગયા હતા.

જિતેન્દ્રના જણાવ્યા મુજબ, ફ્લાઇટ સાંજે 7 વાગ્યાની હતી, પરંતુ એરપોર્ટ પર પહોંચતા જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટ લગભગ 2 કલાક મોડી પડી હતી. પછી મેં શોભાને ફોન કર્યો અને પૂછ્યું કે, શું પૂજા થઈ છે? તેણે કહ્યું કે ચંદ્ર દેખાયો નથી. પછી મેં કહ્યું, ચાલ, હું ઘરે આવું છું અને તારી સાથે પૂજા કરીશ.

ત્યારબાદ જિતેન્દ્ર પાલી હિલ ખાતેના ઘરે ગયા હતા. જ્યાંથી તેમને એરપોર્ટ ચોખ્ખું દેખાતું હતું. આ બાબતે જિતેન્દ્રએ કહ્યું કે, હું મારા ઘરની બાલ્કનીમાં ઊભો હતો અને અચાનક આગનો ગોળો ઉડી રહ્યો હોવાનું જોયું હતું. ત્યારબાદ તે ચેન્નાઈની ફ્લાઇટ ક્રેશ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની થોડી વારમાં જ પ્લેન ક્રેશના સમાચાર સામે આવ્યા હતા.

જિતેન્દ્ર અકસ્માતથી બચી ગયા હતા. પરંતુ તેમને પરિચિતો અને સંબંધીઓએ ફોન કર્યો અને ખબર કાઢી હતી. આ અકસ્માતમાં પોતાનો પ્રિય સ્ટાર ગુમાવ્યો હોવાનું પણ કેટલાક લોકોને લાગ્યું હતું. શોભા કપૂરના વ્રતના કારણે જીવ બચી ગયો હોવાનું જિતેન્દ્રનું માનવું છે.

આ પણ વાંચોઆલિયા ભટ્ટની હમશકલને જોઈને તમે પણ દંગ રહી જશો, Video જોયા પછી લોકોએ કહ્યું- 'યે તો છોટી Alia હૈ'

ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્રને નાની ઉંમરે જ શોભા કપૂર સાથે પ્રેમ થઈ ગયો હતો. તે સમયે જિતેન્દ્ર બોલિવૂડ સ્ટાર નહતા. તેઓ કામની શોધમાં હતા. બીજી તરફ શોભા બ્રિટિશ એરવેઝમાં કામ કરતી હતી. નોકરીના કારણે શોભાને વિદેશમાં રહેવું પડતું હતું અને તે ઇચ્છે તો પણ જિતેન્દ્રને મળી શકતી ન હતી. આ દરમિયાન 1974ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.
First published: