કોરનાનાં નાઇટ કર્ફ્યૂમાં શૂટિંગ કરી રહ્યો હતો Jimmy Shergill, પોલીસે કરી ધરપકડ

(PHOTO:@jimmysheirgill/Instagram)

જિમી શેરગિલ (Jimmy Shergill) ડિરેક્ટર ઇશ્વર નિવાસ અને 35 અન્ય લુધિયાનામાં કોવિડ 19નાં નિયમોનો ભંગ કરવા બદલ એક વેબ સીરીઝની શૂટિંગ કરવાનાં આરોપમાં ધરપકડ થઇ છે. એક્ટર સહિત 4 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 • Share this:
  લુધિયાણા: બોલિવૂડ એક્ટર જિમી શેરગિલ (Jimmy Shergill) ડિરેક્ટર ઇશ્વર નિવાસ અને અન્ય 35 લોકોની મંગળવારે રાત્રે લુધિાયણામાં ધપકડ કરી લેવામાં આવી છે. આ તમામને કોવિડ 19નાં કારણે લગાવવામાં આવેલાં કરફ્યૂનાં ઉલ્લંઘન કરવા પર એક વેબ સીરિઝનાં શૂટિંગ કરવાનાં આરોપમાં ધપકડ કરવામાં આવી છે. એક્ટર સહિત 4 વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  પંજાબી વેબ સિરીઝની ટીમ ગત 3 દિવસથી આર્ય સ્કૂલમાં શૂટિંગ કરી રહી હતી. આ સ્કૂલની બિલ્ડિંગને સેશન કોર્ટનો સેટ બનાવવામાં આવ્યો હતો. પોલીસને સોમવારનાં કોઇએ આ મામલે માહિતી આપી હતી. પ્લેસ પર માસ્ક નથી પહેરતું. અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરતું નથી. પોલીસે શૂટિંગનાં સેટ પર પહોંચીને બંને લોકોનાં ચલાન કાપ્યા અને વેબસીરિઝની ટીમે ફરી કોરોનાનાં પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું.  સોમવારનાં ચલાન કપાયા બાદ વેબ સીરીઝની ટીમ નાઇટ કર્ફ્યૂ હોવા છતાં રાત્રે પણ શૂટિંગ કરતા હતાં પોલીસને સૂચના મળતા જ તેઓએ અહીં રેડ પાડી હતી. આ સમયે સેટ પર આશે 150 લોકો હાજર હતાં. જિમ્મી શેરગિલ સહિત ટીમ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

  જિમ્મી શેરગિલ ઉપરાંત અન્ય ત્રણ લોકો મુંબઇનાં રહેનારા છે. પોલીસે ચારેયની કોરોના વાયરસ મહામારીનાં પ્રોટોકોલનાં ઉલ્લંઘનનાં આરોપમાં કેસ દાખલ કર્યો છે.
  Published by:Margi Pandya
  First published: