Home /News /entertainment /

Jimmy Shergill Birthday: પોતાના અલગ પાત્ર માટે ઓળખાય છે જિમી શેરગીલ, ઘણી ફિલ્મોમાં 'પ્રેમ' ન મળ્યો

Jimmy Shergill Birthday: પોતાના અલગ પાત્ર માટે ઓળખાય છે જિમી શેરગીલ, ઘણી ફિલ્મોમાં 'પ્રેમ' ન મળ્યો

જિમી શેરગીલ જન્મદિવસ

જિમી શેરગિલનો જન્મ (Jimmy Shergill Birthday) 3 ડિસેમ્બર 1970ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો

    મુંબઈ : હિન્દી સિનેમા (Cinema)નો પ્રખ્યાત અભિનેતા (Actor) જિમી શેરગિલ (Jimmy Shergill) ફિલ્મોમાં તેના અલગ અભિનય (Acting) અને પાત્ર માટે જાણીતો છે. તેણે ઘણી ફિલ્મો (Films)માં અવિસ્મરણીય પાત્રો (roles) કર્યા છે. જીમી શેરગીલે અત્યાર સુધી બોલિવૂડ (Bollywood)ના ઘણા મહાન કલાકારો સાથે કામ કરીને દર્શકો (Viewers)ના દિલ જીતી લીધા છે. જિમી શેરગીલ 3જી ડિસેમ્બરે તેનો જન્મદિવસ (Birthday) ઉજવે છે. તેના જન્મદિવસના અવસર પર અમે તમને તેની સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીએ છીએ.

    જિમી શેરગિલનો જન્મ ગોરખપુરમાં થયો

    જિમી શેરગિલનો જન્મ (Jimmy Shergill Birthday) 3 ડિસેમ્બર 1970ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ગોરખપુરથી કર્યો હતો. આ પછી જિમી શેરગીલે પોતાનો બાકીનો અભ્યાસ લખનૌ અને પંજાબમાંથી પૂરો કર્યો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે સિનેમા તરફ જવાનું નક્કી કર્યું. જિમી શેરગીલે વર્ષ 1996માં ફિલ્મ માચીસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

    માચીસ ફિલ્મમાં જિમી શેરગીલના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું

    માચીસ ફિલ્મમાં જિમી શેરગીલના પાત્રને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ત્યારબાદ તેણે મોહબ્બતેં, દિલ હૈ તુમ્હારા, હાસિલ, મુન્નાભાઈ એમબીબીએસ, એ વેડનેસડે, તનુ વેડ્સ મનુ, સાહેબ બીવી ઔર ગેંગસ્ટર સિરીઝ, સ્પેશિયલ 26 અને મુકાબાઝ સહિતની બોલિવૂડની આકર્ષક ફિલ્મોમાં અભિનય કર્યો અને મોટા પડદા પર અમીટ છાપ છોડી દીધી. હિન્દી સિનેમા ઉપરાંત જિમી શેરગીલે પંજાબી સિનેમામાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે.

    ફિલ્મોમાં ગર્લફ્રેન્ડ કે પત્નીનો પ્રેમ ન મળ્યો

    જિમી શેરગીલે મન્નત, ધરતી, આ ગયે મુંડે યુકે દે, શરિક ઓર દાના પાની સહિત ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડ ફિલ્મોમાં, જિમી શેરગિલ કદાચ એવો અભિનેતા છે કે જેને મોટાભાગની ફિલ્મોમાં તેની ગર્લફ્રેન્ડ મળતી નથી અથવા તો તેની પત્ની ચીટર નીકળે છે. તનુ વેડ્સ મનુ, તનુ વેડ્સ મનુ રિટર્ન્સ, દિલ હૈ તુમ્હારા, મેરે યાર કી શાદી હૈ, હેપ્પી ભાગ જાયેગી અને ટોમ ડિક એન્ડ હેરી સહિત ઘણી ફિલ્મો છે જેમાં જિમી શેરગીલને તેનો પ્રેમ મળ્યો નથી.

    આ પણ વાંચોTMKOC: દિશા વાકાણીએ B-ગ્રેડ ફિલ્મોમાં પણ કર્યું છે કામ, આ ફિલ્મમાં તો બોલ્ડનેસની હદ વટાવી હતી

    જિમી શેરગીલે ફિલ્મો ઉપરાંત વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે. તે રંગબાઝ ફિર સે અને યોર ઓનરમાં દેખાયો છે. જિમી શેરગીલના અંગત જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2001માં તેની ગર્લફ્રેન્ડ પ્રિયંકા પુરી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંને એકબીજાને લાંબા સમય સુધી ડેટ કરતા હતા. જિમી શેરગિલ અને પ્રિયંકા પુરીને એક પુત્ર પણ છે જેનું નામ વીર છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन