Home /News /entertainment /Jiah Khan ની બહેનનો સાજિદ ખાન પર આરોપ, કહ્યું- તેણે જિયાને ટૉપ અને બ્રા ઉતારવાં કહ્યું, મારી સાથે પણ...

Jiah Khan ની બહેનનો સાજિદ ખાન પર આરોપ, કહ્યું- તેણે જિયાને ટૉપ અને બ્રા ઉતારવાં કહ્યું, મારી સાથે પણ...

જિયા ખાનની બહેનનો સાજિદ ખાન પર આરોપ

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ ડિરેક્ટર સાજિદ ખાન (Sajid Khan) એક વખત ફરી તેની ખોટી હરકતોને કારણે ચર્ચામાં છે. સાજિદ ખાન પર ફરી એક વખત સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લાગ્યો છે. તેનાં પર આ આરોપ દિવગંત એક્ટ્રેસ જિયા ખાનની બહેને લગાવ્યો છે. જિયા ખાન (Jiah Khan)ની બહેન કરિશ્માએ સાજિદ ખાન પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે, સાજિદ ખાને ન ફક્ત જિયાને સેક્સુઅલી હેરેસ કરી છે પણ તેમનો ફાયદો ઉઠાવવાનો પણ પ્રયાસ કર્યો છે. જિયા ખાન (Jiah Khan Sister Karishma)નાં જીવન પર બનેલી ડૉક્યુમેન્ટ્રી 'ડેથ ઇન બોલિવૂડ (Death In Bollywood)' હાલમાં જ યૂકેમાં રિલીઝ થઇ છે. એવામાં ડૉક્યુમેન્ટ્રીનાં બીજા એપિસોડ દરમિયના જિયા ખાનની બહેને સાજિદ ખાનની પોલ ખોલી છે.

કરિશ્મા મુજબ, સાજિદ ખાનનાં કરેલાં દુર્વ્યવહાર બાદ જિયા ખાન ખરાબ રીતે તુટી ગઇ હતી. તે જેમ ઘરે પહોંચી રડવા લાગી હતી. એટલું જ નહીં સાજિદ ખાને તેની સાથે ગંદી હરકત કરવાનો પમ પ્રયાસ કર્યો હતો. કરિશ્માએ આ આખી ઘટના અંગે વાત કરતાં કહ્યું કે, 'રિહર્સલ ચાલી રહ્યું હતું. જિયા સ્ક્રિપ્ટ વાંચી રહી હતી. ત્યારે તેણે (સાજિદ)એ તેને ટૉપ અને બ્રા ઉતરાવાં કહ્યું. તે ગભરાઇ ગઇ હતી. તેને સમજમાં નહોતું આવી રહ્યું કે, તે શું કરે. તે એ વિચારીને પરેશાન હતી કે, ફિલ્મ શરૂ થતા પહેલાં આ હાલ છે ઘરે વી તે ખુબજ રડી હતી.'

કરિશ્માએ વધુમાં કહ્યું કે, 'તેને આ બધા બાદ પણ તે ફિલ્મ કરવી પડી હતી. તેણે કહ્યું કે, મારો કૉન્ટ્રાક્ટ છે. જો મે વચ્ચે ફિલ્મ છોડી તો તેઓ મને બદનામ કરી દેશે અને મારુ કરિયર ખત્મ કરી દેશે. જો ફિલ્મમાં રહી તો સેક્શુઅલ હૈરેસ્મેન્ટ થશે. અને છોડી દીધી તો કરિયર ખતમ થઇ જશે. આ બધા બાદ તેણે ફિલ્મ કરવી પડી. તેણે (સાજીદ) મારી સાથે પણ ગંદી હરકતો કરવાનો પ્રયાસ કર્યો હતો. '

આ પણ વાંચો- નવાં ઘરની બહાર સ્પોટ થઇ કરીના, બીજી પ્રેગ્નેન્સીમાં ખુબજ જાડી થઇ ગઇ છે

મને યાદ છે હું જિયાની સાથે સાજિદનાં ઘરે ગઇ હતી. મે સ્ટ્રેપી ટૉપ પહેર્યું હતું. તે સમયે હું 16 વર્ષની હતી. હું કિચન ટેબલ પર બેઠી હતી અને તે મને એકી ટસે તાકી રહ્યો હતો. તેણે મને કહ્યું કે, 'તે સેક્સ ઇચ્છે છે.' જેનાં પર જિયાએ તુરંત જ કહ્યું હતું કે,'નહી, તુ શું બકવાસ કરે છે.' તેનાં પર તે બોલ્યો હતો- 'જો તે કેવી રીતે બેઠી છે.' જિયાએ કહ્યું હતું કે, 'તે ખુબ જ નાની છે. તારે તેનાં વિશે આવું ન કહેવું જોઇએ તે બાદ અમે ત્યાંથી ચાલ્યા ગયા હતાં.'

જિયા ખાને સાજિદ ખાનની સાથે ફિલ્મ 'હાઉસફૂલ'માં કામ કર્યું હતું. જેમાં તેની સાથે અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રિતેશ દેશમુખ, લારા દત્તા અને અર્જુન રામપાલ પણ હતાં.
First published:

Tags: Sajid-khan, જીયા ખાન