Home /News /entertainment /Jhund Trailer : અમિતાભ બચ્ચનની ઝુંડનું ટ્રેલર રિલીઝ, 3 મિનિટના આ Videoમાં જોવા મળશે જબરદસ્ત સરપ્રાઈઝ

Jhund Trailer : અમિતાભ બચ્ચનની ઝુંડનું ટ્રેલર રિલીઝ, 3 મિનિટના આ Videoમાં જોવા મળશે જબરદસ્ત સરપ્રાઈઝ

ઝુંડ ફિલ્મનું ટ્રેલર રિલીઝ

Jhund Trailer : ઝુંડ ફિલ્મ (Jhund) શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પણ દર્શાવે છે. 'ઝુંડ' 4 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ (Jhund Release Date) થઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક ફૂટબોલ કોચની ભૂમિકા ભજવે છે

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની ફિલ્મ 'ઝુંડ'નું ટ્રેલર રિલીઝ (Jhund Trailer) થઈ ગયું છે. મરાઠી સિનેમામાં હલચલ મચાવનારી ફિલ્મ 'સૈરાટ'નું નિર્દેશન કરનાર દિગ્દર્શક નાગરાજ મંજુલે (Nagraj Manjule) હવે હિન્દીમાં 'ઝુંડ' (Jhund) લાવી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ફૂટબોલ કોચની ભૂમિકા ભજવે છે જે કોલેજના બાળકો તેમજ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને ફૂટબોલ શીખવવા માંગે છે. એટલું જ નહીં, આ કોચને વિશ્વાસ છે કે, તેમની ટીમ ભારતની નેશનલ ફૂટબોલ ટીમ બની શકે છે. આ ટ્રેલરમાં, તમે ફિલ્મ 'સૈરાટ'ના બંને મુખ્ય કલાકારો એટલે કે રિંકુ રાજગુરુ અને આકાશ થોસરને પણ સરપ્રાઈઝ તરીકે જોવા મળશે.

ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, મુંબઈની વસાહતમાં રહેતા આ બાળકો પોતાની મોજ-મસ્તી માટે ફૂટબોલ રમે છે તો બીજી તરફ ચેઈન સ્નેચિંગ, મારપીટ, ડ્રગ્સ વેચવાનો ધંધો કરે છે.

" isDesktop="true" id="1182497" >

આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ આ બાળકોને સમાજથી અલગ પોતાની દુનિયામાં છોડવા માંગે છે. પરંતુ કોચ વિજય એટલે કે અમિતાભ બચ્ચન આ બાળકોને આ જીવનમાંથી બહાર લાવીને નવું જીવન જીવવા માટેનું સાધન આપવા માંગે છે. આ કામ માટે તે ફૂટબોલને એક માધ્યમ બનાવે છે.

આ પણ વાંચોJhund Teaser Release: અમિતાભ બચ્ચન તેમના 'ઝુંડ' સાથે જોવા મળશે, ટીઝરે ઉત્તેજના વધારી

આ ફિલ્મ શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ પણ દર્શાવે છે. 'ઝુંડ' 4 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ (Jhund Release Date) થઈ રહી છે.

આ પહેલા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝુંડ' (Jhund) નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું હતુ એક મિનિટ 36 સેકન્ડના ટીઝરે આ ફિલ્મને લઈને દરેકની ઉત્તેજના વધારી દીધી હતી. ટીઝરમાં પણ અમિતાભ બચ્ચન બાળકોની ફોજ સાથે જોવા મળે છે. ટીઝરમાં માત્ર તે જ બતાવવામાં આવ્યું છે કે, બાળકો તેમની કુશળતા બતાવી રહ્યા છે.

આ ટીઝરના અંતમાં એવું પણ લખવામાં આવ્યું હતુ કે, મોટા પડદા પર મોટી ફિલ્મ… 'ઝુંડ'નું ટીઝર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયુ હતુ, લોકો અમિતાભ બચ્ચનની આ ફિલ્મના ટીઝરને પણ ખૂબ પસંદ કર્યું હતુ. યુટ્યુબ પર માત્ર થોડા જ કલાકોમાં ટીઝર (‘Jhund’ Teaser Release) ના વિડિયોના વ્યુઝ 10 લાખને પાર કરી ગયા હતા.
First published:

Tags: Aamitabh Bachchan, Bollywood Latest News, Bollywood News in Gujarati, Movie Trailer, Trailer out, Upcoming Movies

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો