Home /News /entertainment /

Jhund Teaser Release: અમિતાભ બચ્ચન તેમના 'ઝુંડ' સાથે જોવા મળશે, ટીઝરે ઉત્તેજના વધારી

Jhund Teaser Release: અમિતાભ બચ્ચન તેમના 'ઝુંડ' સાથે જોવા મળશે, ટીઝરે ઉત્તેજના વધારી

ફિલ્મ 'ઝુંડ'નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની ફિલ્મ 'ઝુંડ' (Jhund)ના ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે. યુટ્યુબ પર માત્ર થોડા જ કલાકોમાં ટીઝર (‘Jhund’ Teaser Release) ના વિડિયોના વ્યુઝ 10 લાખને પાર કરી ગયા છે

    Jhund Teaser Release : અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઝુંડ' (Jhund) નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. એક મિનિટ 36 સેકન્ડના ટીઝરે આ ફિલ્મને લઈને દરેકની ઉત્તેજના વધારી દીધી છે. ટીઝરમાં અમિતાભ બચ્ચન બાળકોની ફોજ સાથે જોવા મળે છે. ટીઝરમાં માત્ર તે જ બતાવવામાં આવ્યું છે કે, બાળકો તેમની કુશળતા બતાવી રહ્યા છે.

    આ ટીઝરના અંતમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, મોટા પડદા પર મોટી ફિલ્મ… 'ઝુંડ'નું ટીઝર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, લોકો અમિતાભ બચ્ચનની આ ફિલ્મના ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે. યુટ્યુબ પર માત્ર થોડા જ કલાકોમાં ટીઝર (‘Jhund’ Teaser Release) ના વિડિયોના વ્યુઝ 10 લાખને પાર કરી ગયા છે. આ સાથે લોકો આ વીડિયો પર સતત કોમેન્ટ કરીને ટીઝરના વખાણ પણ કરી રહ્યા છે. તો આવો, પહેલા જુઓ આ ફિલ્મનું ટીઝર-



    તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 4 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે. મરાઠી સિનેમાના પ્રખ્યાત નિર્દેશક નાગરાજ મંજુલે દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ઝુંડ'ની રિલીઝની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ફિલ્મ પહેલા જૂન 2021માં જ રીલિઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ ફિલ્મ 4 માર્ચે રિલીઝ થઈ રહી છે.

    તમને જણાવી દઈએ કે, 'ઝુંડ' સ્લમ સોકર એનજીઓના સંસ્થાપક વિજય બરસેના જીવન પર આધારિત સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન વિજયના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય અમિતાભની ઘણી ફિલ્મો છે જે આ વર્ષે રિલીઝ થવા જઈ રહી છે, જેમાંથી 'બ્રહ્માસ્ત્ર' પણ એક છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Aamitabh Bachchan, Bollywood Latest News, Bollywood News in Gujarati, Teaser, Teaser out

    આગામી સમાચાર