Home /News /entertainment /Jhund OTT Release : આવતીકાલે ઓટીટી પર 'ઝુંડ' રિલીઝ થશે, SC તરફથી મળી લીલી ઝંડી
Jhund OTT Release : આવતીકાલે ઓટીટી પર 'ઝુંડ' રિલીઝ થશે, SC તરફથી મળી લીલી ઝંડી
ઝુંડ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે
Jhund OTT Release : ફિલ્મ ઝુંડ (Jhund) ના નિર્માતાઓ પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ હતો, જે બાદ તેલંગાણા હાઈકોર્ટે (Telangana High Court) તાજેતરમાં 6 મેના રોજ OTT પર ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો
Jhund OTT Release : અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સ્ટારર ફિલ્મ ઝુંડ (Jhund) ની OTT રિલીઝને સુપ્રીમ કોર્ટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court ) તેલંગાણા હાઈકોર્ટ (Telangana High Court) ના આદેશ પર સ્ટે આપ્યો છે. આ ફિલ્મ હવે આવતીકાલે એટલે કે 6 મેના રોજ OTT પર રિલીઝ થશે.
વાસ્તવમાં, ફિલ્મ ઝુંડના નિર્માતાઓ પર કોપીરાઈટ ઉલ્લંઘનનો આરોપ હતો, જે બાદ તેલંગાણા હાઈકોર્ટે તાજેતરમાં 6 મેના રોજ OTT પર ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂક્યો હતો. સુનાવણીની આગામી તારીખ 9 જૂન નક્કી કરવામાં આવી હતી અને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટના આદેશ પર ફિલ્મ નિર્માતાઓએ SCમાં અરજી દાખલ કરી હતી
ફિલ્મ નિર્માતાઓએ હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેલંગાણા હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો છે (SC stays the order of Telangana High Court).
'ઝુંડ' વિજય બરસેના જીવન પર આધારિત છે
'ઝુંડ' એનજીઓ 'સ્લમ સોકર'ના સ્થાપક વિજય બારસેના જીવન પર આધારિત છે. જો વિજય બારસેની વાત કરીએ તો તેમણે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને એક ટીમ બનાવવાની પ્રેરણા આપી હતી. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક નાગરાજ પોપટરાવ મંજુલેએ કર્યું છે.
4 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
આ ફિલ્મ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, સવિતા રાજ હિરેમઠ, રાજ હિરેમઠ, નાગરાજ પોપટરાવ મંજુલે, ગાર્ગી કુલકર્ણી, મીનુ અરોરા અને સંદીપ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. તે ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રજૂ કરવામાં આવી હતી.
ઝુંડ સ્ટાર કાસ્ટ
નાગરાજ પોપટરાવ દ્વારા નિર્દેશિત ઝુંડ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત રિંકુ રાજગુરુ, આકાશ થોસર, વિકી કડિયાન, ગણેશ દેશમુખ, કિશોર કદમ જેવા કલાકારો છે.
ફિલ્મની વાર્તા સરળ છે. નાગપુરના મધ્યમાં ગરીબ અને ઉપેક્ષિત લોકોની ઝૂંપડપટ્ટી છે, જેમાં કિશોરો અને યુવાનો નાના ગુનાઓ, લૂંટ અને ડ્રગ્સ વેચીને પૈસા કમાતા જોવા મળે છે. તેઓ પોતે નશામાં છે અને દિશાહિન છે. કોલેજમાંથી નિવૃત્ત થવા જઈ રહેલા પ્રોફેસર વિજય બોરાડે (અમિતાભ બચ્ચન) એક દિવસ તેમને જુએ છે. જ્યારે વરસાદની મોસમમાં આ બાળકો મેદાનમાં નાના ડ્રમને ફૂટબોલની જેમ રમે છે અને પ્રો. વિજયને લાગે છે કે જો તેમને યોગ્ય તાલીમ મળે તો તેઓ એક મહાન ખેલાડી બની શકે છે. આ ટ્રેક પર ફિલ્મ આગળ વધે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર