Home /News /entertainment /Jhund Movie Review: અમિતાભ બચ્ચનના આ 'ઝુંડ' ને નાગરાજ મંજુલે જેવા નિર્દેશક જ બનાવી શકે છે

Jhund Movie Review: અમિતાભ બચ્ચનના આ 'ઝુંડ' ને નાગરાજ મંજુલે જેવા નિર્દેશક જ બનાવી શકે છે

ઝુંડ ફિલ્મ રિવ્યૂ

Jhund Movie Review : ઝુંડ'ની વાર્તા નાગપુરની ઝૂંપડપટ્ટીમાંથી શરૂ થાય છે, જ્યાં બાળકોથી લઈ યુવાનો ચેઇન-સ્નેચિંગ, હુમલો, રમખાણો, ચોરી, નશાની લત, ડ્રગ્સ અથવા સમાજમાં જે પણ ખરાબ કહેવાય છે તે બધાં કામ કરે, આ જ ઝૂંપડપટ્ટીની નજીકની કૉલેજમાં પ્રોફેસર છે, તે આ બાળકોમાં ગંદકી નહીં પણ પ્રતિભા જુએ છે

વધુ જુઓ ...
  Jhund Movie Review : ડિરેક્ટર નાગરાજ પોપટરાવ મંજુલે (Nagraj Popatrao Manjule)ની અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સ્ટારર ફિલ્મ 'ઝુંડ' (Jhund) આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આમ તો ભારતીય સિનેમામાં સ્પોર્ટ્સ સાથે જોડતી ઘણી ફિલ્મો બનાવવામાં આવી છે, જેની દર્શકો પર ભારે અસર પડી છે. પરંતુ નાગરાજ મંજુલેની આ ફિલ્મ માત્ર ફૂટબોલ જેવા સ્પોર્ટ્સને જ નથી બતાવતી, પરંતુ રમતના મેદાન દ્વારા આપણા સમાજના પાછળ રહી ગયેલા વર્ગનેપડદા પર લાવે છે. આ ફિલ્મમાં ઝૂંપડપટ્ટીનો એક બાળક પૂછે છે કે ભારત એટલે શું...' જો તમારે પણ આ સવાલનો સાચો જવાબ જાણવો હોય તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ.

  વાર્તા: 'ઝુંડ'ની વાર્તા નાગપુરની ઝૂંપડપટ્ટીમાંથી શરૂ થાય છે, જ્યાં બાળકોથી લઈ યુવાનો ચેઇન-સ્નેચિંગ, હુમલો, રમખાણો, ચોરી, નશાની લત, ડ્રગ્સ અથવા સમાજમાં જે પણ ખરાબ કહેવાય છે તે બધાં કામ કરે છે. આ ઝૂંપડપટ્ટીના બાળકોને 'સમાજની ગંદકી' કહેવામાં આવે છે, પરંતુ વિજય બરસે (અમિતાભ બચ્ચન), જે આ જ ઝૂંપડપટ્ટીની નજીકની કૉલેજમાં પ્રોફેસર છે, તે આ બાળકોમાં ગંદકી નહીં પણ પ્રતિભા જુએ છે.

  વિજય પોતાના પૈસાનું રોકાણ કરીને આ ઝૂંપડપટ્ટીના બાળકોને ન માત્ર ફૂટબોલની રમત રમાડે છે પરંતુ તેમને એક ટીમની જેમ તૈયાર પણ કરે છે. પરંતુ શું આવું થઈ શકે છે અને સમાજ આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા બાળકોને જગ્યા આપે છે કે કેમ, તે તમને આ ફિલ્મમાં જોવા મળશે.

  'ઝુંડ'ની વાત શરૂ કરતા પહેલા તમને જણાવી દઈએ કે, નાગરાજ મંજુલેએ પોતાની મરાઠી ફિલ્મ 'સૈરાટ'થી દેશભરમાં હંગામો મચાવ્યો હતો. 'સૈરાટ' મૂળ રૂપે એક મરાઠી ફિલ્મ છે (જેને કરણ જોહરના પ્રોડક્શન હાઉસ દ્વારા હિન્દીમાં 'ધડક' તરીકે રિક્રિએટ કરવામાં આવી છે) અને આ ફિલ્મની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જે લોકો મરાઠી નથી જાણતા તેઓએ પણ સૈરાટ જોઈ અને તેના વખાણ કર્યા છે.

  ફિલ્મના પહેલા જ સીનથી તમને ઝૂંપડપટ્ટી અને વસાહતોની દુનિયાનો આવો ચહેરો દેખાય છે, જે બિલકુલ સત્ય છે. જેમાં બળજબરીથી 'પેટિંગ' કરવાનો પ્રયાસ કરાયો નથી. 3 કલાકની આ ફિલ્મમાં શરૂઆતનો સમય પાત્ર અને વાતાવરણને સેટ કરવામાં વાપરવામાં આવ્યો છે, જેની વાર્તા તમારે આગળ જોવાની રહેશે.

  જોકે, આ ફિલ્મ થોડી લાંબી લાગી હતી આને તેને થોડી ટૂંકી પણ કરી શકાઈ હોત. ઘણા દ્રશ્યો તમને લાંબા લાગી શકે છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોરનો બહુ ઉપયોગ થયો નથી, પરંતુ આ ફિલ્મનું સંગીત સારું છે. મ્યુઝિક ડાયરેક્ટર અજય-અતુલે તેમની સિગ્નેચર સ્ટાઈલમાં કેટલાક ઈમોશનલ અને 'ઝિંગાટ' ટાઈપનું ગીત 'ઝગડા ઝાલા...' પણ ગાયું છે.

  અભિનયની વાત કરીએ તો મને નથી લાગતું કે અમિતાભ બચ્ચનને અભિનય માટે જજ કરવા યોગ્ય રહેશે, કારણ કે તેઓ હવે પોતે એક એક્ટિંગ ઈન્સ્ટીટ્યુટ બની ગયા છે. જો કે વખાણવા લાયક વાત એ છે કે અમિતાભ બચ્ચનની સામે ઝૂંપડપટ્ટીના બાળકોનો રોલ અદભૂત છે. તેની સ્ટાઈલ, બોડી લેંગ્વેજ દરેક વસ્તુની તમે પ્રશંસા કરશો. બોલિવૂડ એ સ્ટાઈલનું ડિશુમ-ડિશુમ નથી, પણ તમને મારપીટ જેને કહેવાય તે અહીં જોવા મળશે. આ ફિલ્મમાં એક ફૂટબોલ મેચ પણ છે, તે જોઈને તમને 'ચક દે'નું તે સીન યાદ આવી જશે... જ્યાં વર્લ્ડ કપમાં પહોંચેલી ટીમ ટાઈ-બ્રેકરથી મેચ જીતે છે.

  આ પણ વાંચોRADHE SHYAM TRAILER 2 : પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધેશ્યામનું ટ્રેલર 2 રિલીઝ, પ્રેમ અને નસીબની અનોખી વાર્તા

  અંતે, હિન્દી ફિલ્મ જોતા દર્શકો માટે મરાઠી નિર્દેશકનો આ એક સારો પ્રયાસ છે, જે સિનેમાને અલગ જ રીતે બતાવે છે. કેટલીકવાર તમને આ ફિલ્મ ડોક્યુમેન્ટરી જેવી લાગશે, પરંતુ તે વાર્તા કહેવાની એક રીત પણ છે અને મને લાગે છે કે તે એક મજેદાર રીત છે. મારી તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર્સ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Aamitabh Bachchan, Bollywood Latest News, Bollywood News in Gujarati, અમિતાભ બચ્ચન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन