Home /News /entertainment /Aamir Khan ના મનાવવા પર અમિતાભ બચ્ચને કરી Jhund, અભિનેતાએ BIG B ને આપી આ ખાસ સલાહ
Aamir Khan ના મનાવવા પર અમિતાભ બચ્ચને કરી Jhund, અભિનેતાએ BIG B ને આપી આ ખાસ સલાહ
ઝુંડ ફિલ્મને લઈ આમિર ખાને અમિતાભ બચ્ચનના વખાણ કર્યા
Jhund Movie : આમિર ખાન (Aamir Khan) ને લાગ્યું કે, ઝુંડ (Jhund) ફિલ્મ માટે બિગ બી (Amitabh Bachchan Jhund) થી વધુ સારું બીજું કોઈ ન હોઈ શકે. ખુદ અમિતાભ બચ્ચને પણ આ વાતની પુષ્ટિ કરી છે. આમિર ખાને કહ્યું હતું કે, “આ એક શાનદાર ફિલ્મ છે. અકલ્પનીય છે
Jhund Movie : બોલિવૂડમાં, આમિર ખાન (Aamir Khan) ને પરફેક્શનિસ્ટ ખાનના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે એક એવો અભિનેતા છે જે તેની અસાધારણ પસંદગીઓ અને સારા કન્ટેન્ટ માટે જાણીતો છે. આવી સ્થિતિમાં, જો તે કોઈને કોઈ સૂચન આપે છે, તો તેની વાતને ચોક્કસપણે ગંભીરતાથી લેવામાં આવે છે. તાજેતરમાં જ કંઈક એવું જ થયું જ્યારે થોડા સમય પહેલા તેણે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને ઝુંડ ફિલ્મને લઈ (Jhund) કેટલાક સૂચનો આપ્યા હતા અને તેઓ તેને ટાળી શક્યા ન હતા.
આમિર ખાને 4 માર્ચ, 2022ના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'ઝુંડ' (Jhund) માટે માત્ર અમિતાભ બચ્ચનને જ ભલામણ કરી ન હતી, પરંતુ તેમને આમ કરવા માટે પણ સમજાવ્યા હતા. હા, તમે તે આ સાચુ છે! આમિરે ફિલ્મની સ્ક્રિપ્ટ 'ઝુંડ' ફ્લોર પર આવવાના ઘણા સમય પહેલા સાંભળી હતી અને ત્યારપછી તેનાથી એટલો પ્રભાવિત થયો કે, તેણે બોલિવૂડના શહેનશાહને સીધી જ ફિલ્મ કરવાની સલાહ આપી અને તે ફિલ્મ કરવા મનાવ્યા પણ હતા.
વાસ્તવમાં આમિર ખાનને લાગ્યું કે, ઝુંડ ફિલ્મ માટે બિગ બી (Amitabh Bachchan Jhund) થી વધુ સારું બીજું કોઈ ન હોઈ શકે. ખુદ અમિતાભ બચ્ચને પણ આ વાતની પુષ્ટિ કરી છે. બિગ બીએ કહ્યું, "મને યાદ છે કે જ્યારે મેં આમિર સાથે આ અંગે ચર્ચા કરી હતી, ત્યારે તેણે મને કહ્યું હતું કે, મારે આ ફિલ્મ કરવી જોઈએ અને તમે જાણો છો કે જ્યારે આમિર કોઈ વાતનું સમર્થન કરે છે ત્યારે શું થાય છે."
આમિર ખાને જોઈ હતી 'ઝુંડ'
તાજેતરમાં, આમિર ખાને આત્માને હચમચાવી દે તેવી 'ઝુંડ' (Aamir Khan Watched Jhund)ની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ. ફિલ્મનું સ્ક્રીનિંગ જોઈને આમિર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. આટલું જ નહીં તેની આંખોમાંથી આંસુ પણ વહી ગયા. આવી સ્થિતિમાં, એક જાણીતા પોર્ટલ પર ફિલ્મની પ્રશંસા કરવામાં આવી હતી.
આમિર ખાને 'ઝુંડ'ના વખાણ કર્યા
આમિર ખાને કહ્યું હતું કે, “આ એક શાનદાર ફિલ્મ છે. અકલ્પનીય છે. તે ખૂબ જ અલગ છે અને મને ખબર નથી કે, તે કેવી રીતે બનાવવામાં આવી છે. હું ઉત્સાહ સાથે જાગી ગયો અને આ ફિલ્મ મને છોડશે નહીં. મારી પાસે શબ્દો નથી કારણ કે, આ એક અદ્ભુત ફિલ્મ છે. તે ઈન્ડસ્ટ્રીમાં અમારા 20-30 વર્ષ દરમિયાન જે શીખ્યા છે તે બધું તોડી નાખે છે.”
આમિર ખાને આગળ કહ્યું, “અમિતાભ બચ્ચને જબરદસ્ત કામ કર્યું છે. તેમણે તેમની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફિલ્મો કરી છે, પરંતુ આ તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે; તેમની સૌથી મોટી ફિલ્મોમાંની એક."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર