મુંબઇ: શ્રીદેવીને ફિલ્મ 'મોમ' માટે મરણોપરાંત નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી. આ એવોર્ડ લેવા માટે તેની બંને દીકરો ખુશી અને જાહ્નવી તેમનાં પિતા બોની કપૂર સાથે પહોચ્યા હતાં. દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન હતું. જે સમયે જાહ્નવીએ જે સાડી પહેરીહ તી તે મા શ્રીદેવીની હતી.
જાહ્નવી કપૂર તેની માતા શ્રીદેવીનું ખુબજ સુંદર સિલ્કનીસાડી પહેરીને એવોર્ડ ફંક્શમાં ભાગ લેવા પહોંચી હતી. આ સાડી શ્રીદેવીએ સાઉથ સ્ટાર રામચરણનાં લગ્નમાં પહેરી હતકી. જાહ્નવીની આ સુંદર સાડીની તસવીર શેર કરતા શ્રીદેવીનાં મિત્ર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ઇનસ્ટાગ્રામ પર લખ્યુ હતું કે,'આ ઇમોશનલ અને અનમોલ અવસરે #Jhanvikapoor તેની મોમની સાડીમાં'
શ્રીદેવી તેમનાં કરિઅરમાં 300 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. 'મોમ' તેમની 300મી ફિલ્મ હતી. જે હવે તેમનાં જીવનની અંતિમ ફિલ્મ બની ગઇ છે. તેથી આ ફિલ્મની સાથે જ શ્રીદેવીએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેમનાં 50 વર્ષ પણ પૂર્ણ કર્યા હતાં. આ ફિલ્મને તેનાં પતિ અને નિર્માતા બોની કપૂરે જ પ્રોડ્યુસ કરી હતી. આપને જણાવી દઇએ કે બોની કપૂરે આ ફિલ્મ શ્રીને ગિફ્ટ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર