Home /News /entertainment /

પરમ મિત્ર 'તારક મહેતા' પર સવાલ પૂછાતા જ વાત અધૂરી મૂકી ચાલતો થયો 'જેઠાલાલ', જુઓ VIDEO

પરમ મિત્ર 'તારક મહેતા' પર સવાલ પૂછાતા જ વાત અધૂરી મૂકી ચાલતો થયો 'જેઠાલાલ', જુઓ VIDEO

જેઠાલાલ થયા ગુસ્સે

Dilip joshi Angry in PC : જેઠાલાલ સૌ પહેલાં તો અંજન શ્રીવાસ્તવનાં 74માં જન્મ દિવસ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જવામાં દિલીપ જોશીએ કહ્યું હતું કે, જુઓ ઉંમર તો માત્ર એક આંકડો છે. તેઓ આજે પણ વાગલે કી દુનિયાથી લોકોનું મનોરંજન પુરુ પાડી રહ્યાં છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: 'વાગલે કી દુનિયા'માં શ્રીનિવાસ વાગલેનો રોલ કરતાં એક્ટર અંજન શ્રીવાસ્તવનો આજે 2 જૂનનાં 74મો બર્થ ડે છે. પણ તેમનાં જન્મ દિવસની પાર્ટી ગત રોજ ઉજવવામાં આવી હતી. જેમાં ટીવીની દુનિયાનાં મોટા મોટા સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. તેમાં અંજન શ્રીવાસ્તવનાં જન્મ દિવસે ખાસ બનાવવાં દિલીપ જોશી એટલે કે જેઠાલાલે પણ હાજરી આપી હતી.

    'તારક મેહતા'નાં સવાલ પર બગડ્યો દિલીપ જોશીનો મિજાજ-
    ટીવી શો 'તારક મેહતા' હજુ પણ દર્શકોનું પસંદિદા છે. નાના બાળકોથી લઇ મોટેરા સૌ કોઇ તેને જોવાનું પસંદ કરે છે ત્યારે હવે આ શોમાંથી તેનાં સૂત્રધાર 'તારક મેહતા' એટલે કે શૈલેષ લોઢા શૉ છોડીને જઇ રહ્યાં છે શું આ ખબર પાક્કી છે..આ સવાલનો જવાબ આપવાની જગ્યાએ દિલીપ જોશી પ્રેસ છોડીને ચાલતી પકડી લે છે..

    અંજન શ્રીવાસ્તવને પાઠવી જન્મ દિવસની શુભેચ્છાઓ
    આ સમયે જેઠાલાલને પ્રેસ દ્વારા કેટલાંક સવાલ કરવામાં આવ્યાં હતાં. સૌ પહેલાંતો અંજન શ્રીવાસ્તવનાં 74માં જન્મ દિવસ પર સવાલ કરવામાં આવ્યો હતો. જેનાં જવામાં દિલીપ જોશીએ કહ્યું હતું કે, જુઓ ઉંમર તો માત્ર એક આંકડો છે. તેઓ આજે પણ વાગલે કી દુનિયાથી લોકોનું મનોરંજન પુરુ પાડી રહ્યાં છે.



    24 મિનિટનાં આ વીડિયોમાં આપ 10 મિનિટ બાદથી વીડિયો જોઇ શકો છો અને તેમાં દીલિપ જોશી સવાલનો જવાબ આપ્યા વગર નીકળતા નજર આવે છે.



    આ પણ વાંચો-શૈલેષ લોઢા બાદ બબીતાજી પણ કરશે તારક મેહતાને 'Bye Bye', આ હશે નવો શો

    'દિલ હૈ તુમ્હારા'માં સાથે કર્યું છે કામ
    શું તમે અને અંજન શ્રીવાસ્તવ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું છે તેનાં જવાબમાં દીલિપ જોશીએ કહ્યું હતું કે, અમે બંનેએ સાથે એક ફિલ્મ કરી હતી. જેનું નામ હતું 'દિલ હૈ તુમ્હારા' અને જેને કુંદન શાહે ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં અમે આઉટડોર શૂટિંગ માટે ઘણાં દિવસો સાથે હતાં અને અમે ખુબજ મસ્તી કરી હતી.

    આ પણ વાંચો-કેન્સરની સારવાર બાદ છવી મિત્તલે કર્યો પતિ સાથે ડાન્સ, ફેન્સે કહ્યું-'તમારી તબિયત સારી નથી, આરામ કરો'

    આજે એટલે કે 2 જૂને છે. તેમની બર્થ ડે પાર્ટીમાં 'વાગલે કી દુનિયા' સીરિયલના હાલના કલાકારો અને 80ના દશકામાં પ્રસારિત થયેલી આ જ નામની સીરિયલના કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. બર્થ ડે પાર્ટીમાં સતીશ કૌશિક, દિલીપ જોષી સહિતના જૂના મિત્રોને મળીને અંજન શ્રીવાસ્તવ ખુશ જણાઈ રહ્યા હતા. સાથે જ પોતાના શોને મળેલી સફળતા અંગે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પાર્ટીમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોષી પણ ઉપસ્થિત હતા. મીડિયા સાથે વાત કરતાં તેમણે અંજન શ્રીવાસ્વને શુભકામના આપી હતી. આ સિવાય અન્ય વાતો પણ કરી હતી પરંતુ એક્ટર શૈલેષ લોઢાના 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડવાનો સવાલ પૂછાતા જ દિલીપ જોષી ઊભા થઈને જતા રહ્યા હતા.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dilip Joshi, Jethalal, Taarak Mehta Ka Ooltah Chashmah

    આગામી સમાચાર