જેઠાલાલે કર્યુ શૂટિંગ, કહ્યું- હોસ્પિટલમાં શૂટિંગ થતુ હોય તેવું લાગે છે

જેઠાલાલે કર્યુ શૂટિંગ, કહ્યું- હોસ્પિટલમાં શૂટિંગ થતુ હોય તેવું લાગે છે
લોકડાઉન પછી લગભગ તમામ સિરીયલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તમામ ટીવી શોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

લોકડાઉન પછી લગભગ તમામ સિરીયલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તમામ ટીવી શોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: લોકડાઉન પછી લગભગ તમામ સિરીયલનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તમામ ટીવી શોનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. જેઠાલાલે પણ તારક મહેતાનું શૂટિંગ શરૂ કરી દીધુ છે. શૂટિંગ શરૂ થતા તેમણે તેમનો અનુભવ શેર કર્યો છે. અને લખ્યુ છે.

  દિલીપ જોશીએ જણાવ્યું હતું કે જ્યારે અમે લોકડાઉન પછી પહેલા બે દિવસ શૂટિંગ શરૂ કર્યું ત્યારે એવું લાગી રહ્યું હતું કે જાણે અમે હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિએ માસ્ક પહેરેલો હતો.  આ પણ વાંચો- શું ખરેખર કાળી થેલીમાં ફેંકવામાં આવ્યા સુશાંતની હત્યાનાં પૂરાવા?

  દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, 'અમે સેટ ઉપર શૂટિંગની આખી પ્રક્રિયાને બદલી નાખી છે, કારણ કે આ રોગચાળામાં ઘણા લોકો સાથે શૂટિંગ કરવું શક્ય નહોતું. અમારી પાસે ટેક્નિકલ સ્ટાફ છે અને તેઓએ પણ સાવચેતી રાખવી પડે છે. તેઓ તેમના હાથ સાફ કરે છે, માસ્ક પહેરે છે. લોકડાઉન પછી અમે શૂટિંગ શરૂ કર્યું ત્યારે પણ જાણે અમે હોસ્પિટલમાં શૂટિંગ કરી રહ્યા હોય તેવું લાગે છે. ચારેબાજુ સેનિટાઈઝરની ખૂબ ગંધ આવતી હતી અને બધાએ માસ્ક પહેરેલું હતું. અમે વિચારતા હતા કે કોમેડી કેવી રીતે કરીશું ?  દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, હાલમાં પરિસ્થિતિ જ એવી છે કે આપણે કંઇ કરી શકતા નથી. અમે અમારું કાર્ય સારું કરીએ અને ધ્યાન રાખીએ, જેથી કામને નુકસાન ન થાય અને લોકો પહેલાની જેમ મનોરંજન કરે. સાવચેતી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 'અમારી સ્ટાર કાસ્ટ્સ ઘણી મોટી છે, તેથી શૂટિંગ દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે.

  આ પણ વાંચો-અમિતાભ બચ્ચન કોરોના નેગેટિવ હોવાની ખબર ખોટી, મહાનાયકે ટ્વિટ કરી આપી માહિતી

  ભલે આપણે કેટલાક કલાકારો સાથે પ્રયત્ન કરીએ ઓછામાં ઓછા લોકો સાથે કામ કરીએ, તો પણ સ્ટાર કાસ્ટ વધારે હોવાના કારણે સેટ પર ઘણા બધા લોકો છે. અમે ભાગ્યશાળી છીએ કે સેટ પર સોશિયલ ડિસ્ટન્સને અનુસરવા અમારી પાસે ઘણી જગ્યા છે. અસિત ભાઈ, અમારા નિર્માતાએ સેટ પર સારી વ્યવસ્થા કરી છે. તેમની પાસે દરેક મીટર પર સેનિટાઇઝર સેટ છે
  Published by:Margi Pandya
  First published:July 23, 2020, 19:10 pm

  टॉप स्टोरीज