Home /News /entertainment /'Jersey' Film Review: શાહિદ કપૂરની યાદગાર ઈનિંગ છે ફિલ્મ 'જર્સી'

'Jersey' Film Review: શાહિદ કપૂરની યાદગાર ઈનિંગ છે ફિલ્મ 'જર્સી'

શાહિદ કપૂર ફિલ્મ જર્સી રિવ્યુ

‘Jersey’ Film Review : ફિલ્મ જર્સી (Jersey) માં શાહિદ કપૂર (Shahid Kapoor) 36 વર્ષીય ભૂતપૂર્વ રણજી ક્રિકેટર અર્જુન તલવારની ભૂમિકામાં છે અને મૃણાલ ઠાકુર તેની પત્ની વિદ્યાની ભૂમિકામાં જોવા મળે છે. બંનેનો દીકરો છે, જેની ભૂમિકા રોનિત કામરાએ ભજવી છે

વધુ જુઓ ...
  જર્સી (Jersey)

  3/5
  થિયેટર ડેટ:21 એપ્રિલ
  ડાયરેક્ટર:ગૌતમ તિન્નનુરી
  સંગીત:સચેત- પરંપરા
  કલાકાર:શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર, રોનિત કામરા, પંકજ કપૂર અને અન્ય
  જોનર:ડ્રામા, ઈમોશનલ, ફેમિલી

  ‘Jersey’ Film Review: શાહિદ કપૂર (Shahid Kapoor) લગભગ 3 વર્ષ પછી મોટા પડદા પર પાછો ફરતો જોવા મળ્યો છે. તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જર્સી' (Jersey) આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જો કે આ ફિલ્મ ઘણા સમય પહેલા રીલિઝ થઈ ગઈ હોત, પરંતુ કોવિડ મહામારીને કારણે તેની રિલીઝ વારંવાર પોસ્ટપોન કરવામાં આવી હતી. શાહિદ કપૂરની છેલ્લી ફિલ્મ કબીર સિંહ વર્ષ 2019માં રીલિઝ થઈ હતી, આ ફિલ્મ સુપરહિટ થયા બાદ શાહિદ કપૂર પર ઘણું દબાણ આવ્યું હશે, કારણ કે કબીર સિંહ પછી શાહિદ કપૂરને એક અલગ ઓળખ મળી અને તે તેને જાળવી રાખવું તેના માટે આસાન નહોતું, પરંતુ જર્સી દ્વારા શાહિદનો મેસેજ બધા સુધી પહોંચી ગયો છે કે તે હવે અટકવાનો નથી.

  કબીર સિંહની જેમ જર્સી પણ સાઉથની ફિલ્મની રિમેક છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો, બાળક સાથેના ઈમોશમલ જોડાણ, ક્રિકેટર અને કોચ વચ્ચેનું બોન્ડિંગ દર્શાવતી શાહિદ કપૂરની ફિલ્મ જર્સી દર્શકોની અપેક્ષા પર ખરી ઉતરી છે. કદાચ આ ફિલ્મ શાહિદ કપૂરની શાનદાર ઇનિંગ જેવી છે, જે તેના માટે યાદગાર પણ બની રહેશે.

  ફિલ્મમાં શાહિદ કપૂર 36 વર્ષીય ભૂતપૂર્વ રણજી ક્રિકેટર અર્જુન તલવારની ભૂમિકામાં છે અને મૃણાલ ઠાકુર તેની પત્ની વિદ્યાની ભૂમિકામાં જોવા મળે છે. બંનેનો દીકરો છે, જેની ભૂમિકા રોનિત કામરાએ ભજવી છે. આ સાથે ફિલ્મમાં શાહિદ કપૂરના પિતા પંકજ કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે, તેઓ ફિલ્મમાં શાહિદના કોચની ભૂમિકા ભજવી રહ્યા છે.

  આ ફિલ્મમાં અર્જુન ખોટા કેસમાં ફસાયા પછી નોકરી પણ ગુમાવે છે. આવી સ્થિતિમાં, ઘરની સંપૂર્ણ જવાબદારી અર્જુનની પત્ની વિદ્યા પર આવી જાય છે. વિદ્યા ક્યારેક અર્જુનને નોકરી માટે કહે છે, પરંતુ અર્જુન સંપૂર્ણ રીતે ભાંગી પડે છે, તે ઇચ્છવા છતાં પણ કંઇ કરી શકતો નથી. તે પોતાને લાચાર સમજી બેસે છે. ફિલ્મની વાર્તામાં એક ટ્વિસ્ટ આવે છે, જ્યારે અર્જુનનો પુત્ર જર્સી માટે જીદ કરે છે, અર્જુન પાસે તેના પુત્ર માટે જર્સી ખરીદવા જેટલા એટલા પૈસા હોતા નથી.

  પુત્રની જીદ પુરી કરવા અર્જુન 10 વર્ષ પછી 36 વર્ષની ઉમરે ફરી બેટ પકડવાનું નક્કી કરે છે અને ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કરે છે. ત્યારપછી શું થાય છે તે તો આખી ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. જો તમે સ્પોર્ટ્સ લવર છો અને વિચારતા હશો કે આ ફિલ્મ ક્રિકેટ આધારિત છે, તો કદાચ તમે નિરાશ થશો, કારણ કે આ ફિલ્મ ક્રિકેટ કરતાં માનવીના જીવન પર વધુ કેન્દ્રિત છે, જેમાં પ્રેમ, ડ્રામા અને સૌથી વધુ લાગણી છે.

  ફિલ્મની સ્ટોરી જેટલી મજબૂત એટલી જ મજબૂત ફિલ્મની આખી કાસ્ટની એક્ટિંગ છે. શાહિદ કપૂરની એક્ટિંગથી સ્પષ્ટ દેખાય છે કે તેણે આ ફિલ્મ માટે કેટલી મહેનત કરી છે. શાનદાર પછી આ બીજી વખત પિતા-પુત્રની જોડી એટલે કે શાહિદ અને પંકજ કપૂર મોટા પડદા પર સાથે જોવા મળે છે. બંનેની જોરદાર એક્ટિંગે આખી ફિલ્મને બાંધી રાખી છે

  હવે ફિલ્મના ડાયરેક્શન વિશે વાત કરીએ તો, ગૌતમ તિન્નાનુરીએ મૂળ ફિલ્મ પછી તેની રિમેકની જવાબદારી લીધી અને તેમાં કોઈ શંકા નથી કે તેણે રીમેકને ઓરિજનલ કરતાં વધુ સારી રીતે રજૂ કરી છે, જ્યાં સ્ટોરીની દરેક ભાવના સ્પષ્ટપણે સમજી શકાય છે. તેણે આખી ફિલ્મને ઈમોશન સાથે ખૂબ જ સારી રીતે બાંધી છે. ઉપરાંત ફિલ્મના સંગીતની વાત કરીએ તો ફિલ્મમાં કુલ ચાર ગીતો દર્શાવવામાં આવ્યા છે.

  આ પણ વાંચોNetflixમાં જલદી જ આવી રહ્યા છે એકદમ સસ્તા મોબાઇલ સબ્સક્રિપ્શન પ્લાન, જાહેરાતો પણ બતાવશે!

  ફિલ્મના ચારેય ગીતો સારા છે. સારી વાત એ છે કે આ ગીતો ફિલ્મની વાર્તા સાથે ચાલે છે, જે ફિલ્મનું સાતત્ય જાળવી રાખે છે. હવે સવાલ એ થાય છે કે આ ફિલ્મ જોવી કે નહી, તો હું કહેવા માંગુ છું કે ફિલ્મની સ્ટોરી સારી છે, સૌથી વધુ સારી વાત એ છે કે તમે તેને આખા પરિવાર સાથે જોઈ શકો છો અને મારી દ્રષ્ટિએ આ ફિલ્મ પૈસા વસૂલ છે. ટૂંકમાં કહીએ તો મારી દૃષ્ટિએ આ ફિલ્મ એક વાર જોવા જેવી છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Film Review, Jersey, Movie Review, Review

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन