Home /News /entertainment /Jeremy Renner: માર્વેલના સુપરહીરોએ અકસ્માત બાદ શેર કર્યો પહેલો ફોટો, ઇજાથી ખરાબ થઈ ગયો ચહેરો

Jeremy Renner: માર્વેલના સુપરહીરોએ અકસ્માત બાદ શેર કર્યો પહેલો ફોટો, ઇજાથી ખરાબ થઈ ગયો ચહેરો

jeremy renner

Haekeye In Hospital: માર્વેલ (Marvel) અભિનેતા જેરેમી રેનરે (Jeremy Renner) અકસ્માત બાદ આજે મંગળવારે સાંજે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેમનો આ ફોટો હોસ્પિટલ બેડ પર ક્લિક કરવામાં આવ્યો છે, જ્યાં તેમનો ઈજાગ્રસ્ત ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે.

વધુ જુઓ ...
  ભારે હિમવર્ષા બાદ અકસ્માતનો ભોગ બનેલા માર્વેલ (Marvel) અભિનેતા જેરેમી રેનરે (Jeremy Renner) મંગળવારે સાંજે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેમનો આ ફોટો હોસ્પિટલ બેડ પર ક્લિક કરવામાં આવ્યો છે, જ્યાં તેમનો ઈજાગ્રસ્ત ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે.

  ફોટો શેર કરતા રેનરે કેપ્શનમાં લખ્યું છે કે, "તમારા પ્રેમાળ શબ્દો માટે થેન્ક્યુ. હું હવે ટાઇપ કરવામાં સક્ષમ નથી. તમને બધાને મારા તરફથી પ્રેમ મોકલું છું."

  ઇન્ટેન્સિવ કેર યુનિટ (the intensive care unit) માંથી લીધેલી સેલ્ફીમાં 51 વર્ષીય "હોકઆઈ" (Hawkeye) સ્ટારને બ્રિધિંગ ટ્યુબ અને હોસ્પિટલ ગાઉન પહેરેલો જોઈ શકાય છે.

  અભિનેતાના સ્પોક્સ પર્સને જણાવ્યું હતું કે તેમની નેવાડાની પ્રોપર્ટી નજીક ભારે મશીનરી તેમના પર ફરી ગયા બાદ તેમને થયેલી ગંભીર ઇજાઓ માટે સર્જરી કરાવવામાં આવી છે, જો કે હાલ તેઓ સ્વસ્થ થઈ રહ્યાં છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે રેનરને છાતીમાં ઈજાઓ થઈ છે, સાથે જ તેને અન્ય ઓર્થોપેડિક ઇજાઓ પણ થઈ છે, જેની હાલમાં સારવાર કરવામાં આવી રહી છે.

  ફોટોમાં પણ રેનરના ડાબી બાજુના ચહેરા પર ઈજા અને ઘા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

  વાશો શેરિફ ડેરિન બાલામે મંગળવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, રેનર નવા વર્ષના દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ નેવાડામાં તેના માઉન્ટ રોઝ-સ્કી (Mt. Rose-Ski) ઘરની નજીકના ખાનગી રસ્તા પરથી બરફ હટાવી રહ્યો હતો, જ્યારે તે 14,330 પાઉન્ડનો કાસબોહરર પિસ્ટનબુલી સ્નોપ્લો નીચે આવી ગયો હતો.

  ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં આગલી સાંજે 3 ફૂટ જેટલો બરફ પડ્યો હતો અને રેનર જ્યારે સ્નોપ્લો પાછુ લેવા માટે ગયો તે સમયે પરિવારનો એક સભ્ય કાર ચલાવી રહ્યો હતો, જે બરફમાં ફસાઈ ગઈ હતી.

  બે વખત ઓસ્કર-નોમિનેટ થયેલા અભિનેતા કારને સફળતાપૂર્વક અનસ્ટક કર્યા પછી બરફમાંથી બહાર નીકળ્યા હતા, જ્યારે તેણે જોયું કે ભારે મશીનરી તેના પોતાના પર રોલ કરવા લાગી હતી.

  રેનરે તેને રોકવા માટે ડ્રાઈવર સીટની પાછળ કૂદી અને બચી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેના બદલે એક મોટો પ્લો તેના પર રન ઓવર કરી ગયો અને આ અકસ્માત સર્જાયો.

  બાલામ જણાવે છે કે હાલ આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. તે જણાવે છે કે, અમને એવું નથી લાગતું કે રેનર પ્લો ચલાવવામાં સક્ષમ નથી, પણ આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે. હાલ કોઈ ખરાબ સમાચારની આશંકા નથી.

  જ્યારે "કિંગ્સટાઉનના મેયર" સ્ટાર ઘટનાસ્થળે ઈમરજન્સી કર્મચારીઓના આવવાની રાહ જોઈ રહ્યાં હતા, ત્યારે રેનરનું લોહી રોકવા માટે તેના પાડોશીઓ ટુવાલ સાથે મદદ માટે દોડી આવ્યા હતા.

  વધારે પડતા જામેલા બરફને કારણે બચાવ કર્મચારીઓને પણ રેનર સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. ભારે હિમવર્ષાને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા હતા અને રસ્તામાં છોડી દેવામાં આવેલી કારોને કારણે રસ્તા પર પણ મુશ્કેલીઓ સર્જાઈ હતી. 911 દ્વારા કોલ આવ્યાના લગભગ એક કલાક પછી તેને રેનો વિસ્તારની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.

  બાલામે ઉમેર્યું હતું કે હાલમાં તેમની ઑફિસ તપાસ કરી રહી છે કે પ્લોમાં કોઈ યાંત્રિક ખામી હતી કે કેમ, જેના કારણે તે પોતાની જાતે જ રોલ કરી શકે.

  શેરિફે તેના એડોપ્ટેડ હોમટાઉનમાં રેનરની સમાજમાં મોટી ભૂમિકા વિશે પણ વાત કરી હતી.

  તેમણે જણાવ્યું હતું કે રેનર એક " ડેપ્યુટી શેરિફ" છે. જેમણે ઓફિસને કોમ્યુનિટી આઉટરીચ અને જરૂરિયાતમંદ બાળકો માટે તેની હોલી ડે ઈવેન્ટ કરી તેમને મદદ કરે છે.

  આ પણ વાંચો: Jeremy Renner Accident: એવેન્જરના સુપરહીરોનો ગંભીર અકસ્માત, હોસ્પિટલ એરલિફ્ટ કરાયા, હાલત ગંભીર

  બાલામે જણાવ્યું કે "આખા સમાજ માટે તે ખૂબ જ ઉદાર છે. તે એવા વ્યક્તિઓમાંથી એક છે જે હાલ શું કરી રહ્યાં છે તે તમે ના કહી શકો, જો કે પોતાના કાર્યોથી તે સમાજ પર એક સારી છાપ છોડે છે. હું જેટલું તેમને ઓળખું છું તે એવા માણસ છે જે સમાજસેવામાં માને છે."

  " isDesktop="true" id="1312978" >

  મોડેસ્ટો, કેલિફોર્નિયાના વતની રેનર વારંવાર રેનો-ટાહો વિસ્તારને તીવ્ર હવામાન અને કુદરતી આફતો સામે લડવામાં મદદ કરવા સ્વયંસેવકો પૂરા પાડે છે. ડિસેમ્બર 2021માં તેમણે આગ સામે લડવામાં મદદ કરવા માટે તાહોને ફાયર સ્ટેશન બનાવવાની ઝુંબેશ શરૂ કરી અને પોતાની ફાયર ટ્રક ખરીદી હતી.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Hollywood Actor

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन