જેનિફર વિંગેટ કોરોના પોઝિટિવ, ફની ફોટો શેર કરી બોલી- 'કોવિડ મારું કંઇ નથી બગાડી શકતો'

(PHOTO:jenniferwinget1/Instagram)

જેનિફર વિંગેટ (Jennifer Winget) કોવિડ-19 વાયરસ (Covid-19 Virus)થી સંક્રમિત છે. એક્ટ્રેસ એસિપ્મ્ટોમેટ્રિક (Asymptomatic) છે. અને હાલમાં તેનાં ઘરે જ ક્વૉરન્ટીન છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફેમસ ટીવી એક્ટ્રેસ જેનિફર વિંગેટ (Jennifer Winget) હાલમાં આ સમયે હાલમાં કોરોના વાયરસ (Corona Virus)ની ચપેટ આવી ગઇ છે. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ એક્ટ્રેસે આ માહિતી સોશિયલ મીડિયા પર આપતાં જણાવ્યું કે, તેને કોઇ જ પ્રકારની મુશ્કેલી નથી જોકે, પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તે ખાસ ધ્યાન રાખી રહી છે. એક્ટ્રેસ પોતાને હાલમાં ક્વૉરન્ટિન કરી લીધા છે.

  આ પણ વાંચો- સોનાલી રાઉતે શેર કરી સેક્સી તસવીરો, BIGG BOSS હિરોઇને વધાર્યુ તાપમાન

  જેનિફર વિંગેટે તેનાં ઇન્સ્ટાગ્રામ પર તેની એક ફની ફોટો શેર કરી તેની બીમારીની જાણકારી આપી છએ. શેર કરવામાં આવેલી તસવીરમાં જેનિફર સંપૂર્ણ કપડાંમાં પેક છે. અને ફની ચહેરો બનાવી રહી છે. એટલું જ નહીં તે પીઠનાં બળે સુતી નજર આવે છે. આ તસવીર શેર કરી જેનિફર લાંબી મોટી પોસ્ટ લખી છે. 'ડાઉન છૂ પણ આઉટ નથી હું...' આ વાત સાચી છે કે, કોરોનાએ દસ્ત આપી છે અને મને ચપેટમાં લીધી છે. પણ હું એસિમ્પટોમેટિક છુ અને સંપૂર્ણ સ્વસ્થ છું. જે લોકો ચિંતિત છે તેઓ પરેશાન ન થતા. ક્વૉરન્ટીનમાં છુ, રડુ છુ અને ખાવું છું.. અને ફરીથી એક્શનમાં આવવાની રાહ જોઇ રહી છું. આ એક નાનકડો પોઝ છે. પણ વચન આપુ છુ કે, આ બાદ મજબૂતીથીસ્વસ્થ થઇને પરત આવીશ. આપ સૌની શુભકામનાઓ માટે આભાર, પણ કોવિડ મારું કંઇ જ નહીં બગાડી શકે, જલ્દી જ પરત ફરીશ.'  (PHOTO:jenniferwinget1/Instagram)
  આ જાણકારી બાદ જેનિફર વિંગેટનાં મિત્રો અને ફેન્સ તેની જલ્દી ઠીક થઇ પરત ફરવા માટે દુઆઓ કરી રહ્યાં છે. BMCની રિપોર્ટ મુજબ ગત બુધવારનાં મુંબઇમાં 435 નવાં કોરોનાનાં વાયરસ સંક્રમિત થયા છે.

  આ પણ વાંચો- રાજ કુન્દ્રાનાં કહેવાં પર 70 જેટલાં પોર્ન વીડિયો નાનાં નાનાં પ્રોડક્શન હાઉસમાં તૈયાર થયા: સૂત્ર

  જેનિફરને ટીવીનાં ફેમસ શો 'દિલ મિલ ગયે' 'બેહદ' અને 'બેપનાહ'ને કારણે ઘણી પોપ્યુલારિટી મળી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો જેનિફર ગત વર્ષ થ્રિલર શો 'બેહદ'ની સેકેન્ડ સીઝનમાં કામ કરતી હતી. પણ દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન્સ કેન્સલ થઇ ગયુ છે. આ ઉપરાંત 2020માં ઓલ્ટ બાલાજી સીરીઝથી ડિજિટલ ડેબ્યૂ કરી ચૂકી છે.
  Published by:Margi Pandya
  First published: