ટીવી ઈન્ડસ્ટ્રીની બે પ્રખ્યાત અને હોટ હિરોઈન જેનિફર વિંગેટ અને સુરવીન ચાવલા આજકાલ એક વીડિયોના કારણે ખુબ ચર્ચામાં છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ બંને એક્ટર્સ રાની મુખર્જી અને પ્રિતી જિંટાના ગીત 'પિયા-પિયા' પર ડોટ ડાંસ કરતી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં માત્ર જેનિફર જ નહીં પરંતુ તેની સાથે એક્ટર્સ સુરવીન ચાવલા પણ જોવા મળી રહી છે. ફિલ્મ 'હર દિલ જો પ્યાર કરેગા'ના હિટ સોન્ગ 'પિયા-પિયા'માં આ બંનેનો હોટ અંદાજ જોવા તેમના ફેન્સ હેરાન છે. આ બંને આ ગીતમાં પ્રીતી અને રાનીની જેમ ટોવેલ ડાંસ કરતી જોવા મળી રહી છે. તેમણે આ ડાંસ ટીવી શો 'કસોટી જિંદગી કી' ના માટે શૂટ કર્યો હતો અને હવે એક વાર ફરી આ બંને એક્ટર્સનો આ ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
તમને ખબર છે કે 'કસોટી જિંદગી કી'માં સુરવીન અને જેનિફર બહોનોનો અભિનય કરતી હતી. એકતા કપુરના હિટ શોમાં જેનિપર સ્નેહા અને સુરવીન કસકના અભિનયમાં જોવા મળી હતી. આ શોમાં સુરવીન અને જેનિફરની બે બહેનોની જોડીને લોકોએ ખુબ પસંદ કરી હતી. હાલમાં જ 'કસોટી જિંદગી કી'ની રિમેક બનાવવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર