નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન ( Kareena Kapoor Khan) અને અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમના બે બાળકો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન (Taimur-Jehnagir Ali khan) સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ખાન પરિવાર આજે માલદીવથી મુંબઈ પરત ફર્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને પાપારાઝી વિરલ ભાયાણીએ શેર કર્યો છે. આ વીડિયોમાં સૈફ-કરીના(Karina-Saif )નો નાનો દીકરો જેહ તેમના આયાના ખોળામાં જોઇ શકાય છે.
જેહ આ વીડિયોમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. તેનો સંપૂર્ણ ચહેરો કેમેરામાં દેખાઈ રહ્યો છે. વાદળી ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે. તેના ચહેરા પર સહેજ સ્મિત છે. તે જ સમયે, તૈમુર અલી ખાન આયાને ખૂબ રમતિયાળતાથી અનુસરી રહ્યો છે. તે એક જગ્યાએ સીડી પર કૂદતો પણ જોવા મળે છે. આ પછી એક વ્યક્તિ તેનો હાથ પકડે છે અને તૈમુર તેનો હાથ તેની પાસેથી મુક્ત કરે છે અને કાર તરફ જવા લાગે છે.
તૈમુરે માસ્ક પહેર્યું છે. તેણે લાલ શોર્ટ અને ગ્રીન ટી-શર્ટ પહેર્યું છે. આ પછી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન ગેટની બહાર આવતા જોવા મળે છે. બંનેએ સૂર્યથી બચવા માટે કાળા ચશ્મા પહેર્યા છે. કરીના કપૂર ખાને સફેદ કપડા અને માસ્ક પહેર્યો છે. સાથે જ સૈફ અલી ખાને ડાર્ક બ્લુ હાફ સ્લીવ શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યું છે. બંને ગેટ પરથી કાર તરફ જાય છે. કારમાં બેસતા પહેલા કરીના પાપારાઝીને પોઝ પણ આપે છે.
આ પણ વાંચો:
મહત્વનું છે કે, કરીના કપૂર ગયા સપ્તાહમાં ખાન પરિવાર સાથે માલદીવ વેકેશન પર ગઈ હતી. કરીના કપૂર ખાને આ રજાનું આયોજન પતિ સૈફના જન્મદિવસની ઉજવણી માટે કર્યું હતું. સૈફનો જન્મદિવસ 16 ઓગસ્ટે હતો. એક દિવસ પહેલા તેણે પુત્ર જેહની તસવીર પણ શેર કરી હતી. જેહ 21 ઓગસ્ટના રોજ 6 મહિનાનો થયો.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર