Home /News /entertainment /રસપ્રદ વિવાદાસ્પદ કિસ્સો: શોલે ફિલ્મને પણ પછાડનાર જીતેન્દ્ર-હેમા માલિનીની આ ફિલ્મ પર લગાવી દીધો હતો પ્રતિબંધ
રસપ્રદ વિવાદાસ્પદ કિસ્સો: શોલે ફિલ્મને પણ પછાડનાર જીતેન્દ્ર-હેમા માલિનીની આ ફિલ્મ પર લગાવી દીધો હતો પ્રતિબંધ
ફિલ્મ 'મેરી આવાઝ સુનો' રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી
જીતેન્દ્ર (Jeetendra), હેમા માલિની (Hema Malini) અને પરવીન બાબી (Parveen Babi) જેવા પીઢ કલાકારોની ફિલ્મ 'મેરી આવાઝ સુનો' (Meri Aawaz Suno) 18 ડિસેમ્બર 1981ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ એટલી સુપરહિટ રહી હતી કે, સ્થિતિ એવી થઈ ગઈ કે સિનેમાઘરોમાં ફિલ્મના 5-5 શો કરવા પડ્યા હતા. આ ફિલ્મ કેટલાંક અઠવાડિયાં સુધી હાઉસફુલ રહી હતી
જીતેન્દ્ર (Jeetendra), હેમા માલિની (Hema Malini) અને પરવીન બાબી (Parveen Babi) જેવા પીઢ કલાકારોની ફિલ્મ 'મેરી આવાઝ સુનો' (Meri Aawaz Suno) 18 ડિસેમ્બર 1981ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાદર ખાન (Kader Khan), શક્તિ કપૂર (Shakti Kapoor), અસરાની જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કલાકારોએ કામ કર્યું હતું. એક્શન થ્રિલર ફિલ્મનું નિર્માણ પદ્માલય સ્ટુડિયોના જી હનુમંત રાવ દ્વારા કરવામાં આવ્યું હતું અને એસ વી રાજેન્દ્ર સિંહ બાબુ (s v Rajendra Singh Babu) દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી. તેજસ્વી કન્નડ ફિલ્મ 'અંથા' (Antha) ની હિન્દી રિમેક ફિલ્મ 'મેરી આવાઝ સુનો' હતી. ફિલ્મની રિલીઝના 40 વર્ષ પર, અમે તમને ફિલ્મ સાથે જોડાયેલ એક વિવાદાસ્પદ કિસ્સો જણાવીએ.
'મેરી આવાઝ સુનો'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી
40 વર્ષ પહેલા જ્યારે ફિલ્મ 'મેરી આવાઝ સુનો' રિલીઝ થઈ હતી ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરી હતી. કહેવાય છે કે, 1981માં રીલિઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 15 દિવસ સુધી સતત પ્રભુત્વ જમાવ્યું એટલું જ નહીં પરંતુ તમામ રેકોર્ડ પણ તોડી નાખ્યા. ફિલ્મ પંડિતોની વાત માનીએ તો એ જમાનાની બ્લોકબસ્ટર ફિલ્મ 'શોલે'ને પણ પછાડી દીધી હતી.
'મેરી આવાજ સુનો' પર 2 અઠવાડિયા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજકીય કારણોસર ફિલ્મ પર બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કહેવાય છે કે, ફિલ્મમાં કેટલાક હિંસક અને વાંધાજનક દ્રશ્યોને કારણે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. સેન્સર બોર્ડના કટ બાદ જ્યારે ફિલ્મ ફરી રીલિઝ થઈ ત્યારે દર્શકોને આ ફિલ્મ એટલી પસંદ આવી કે, તે સુપરહિટ થઈ ગઈ. કહેવાય છે કે, સ્થિતિ એવી થઈ ગઈ છે કે સિનેમાઘરોમાં ફિલ્મના 5-5 શો કરવા પડ્યા હતા. આ ફિલ્મ કેટલાંક અઠવાડિયાં સુધી હાઉસફુલ રહી હતી.
પરવીન બાબીનો જલવો રહ્યો હતો
70-80ના આ યુગમાં રેખા, હેમા માલિની, ઝીનત અમાન જેવી અભિનેત્રીઓનો જાદુ લોકોના માથે ચઢેલો હતો, એ જ યુગમાં સુંદર અને બોલ્ડ અભિનેત્રી પરવીન બાબીએ પગ મૂક્યો હતો. 'મેરી આવાઝ સુનો'ને હિટ બનાવવામાં પરવીનના મનમોહક અભિનયનો પણ મોટો હાથ હતો.
લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતથી સુશોભિત 'મેરી આવાઝ સુનો'ના ગીતો પણ ખૂબ જ અદભૂત હતા. આશા ભોસલે અને કિશોર કુમારના અવાજમાં 'મહેમાન કો સલામ હૈ મેરા, નામ જરા બદનામ હૈ મેરા', 'ગુડિયા રે ગુડિયા તુ બતલા', 'તુમ્હે દેખા હૈ તો ઐસા લગતા' જેવા મધુર ગીતો હતા. આ ફિલ્મ 1981માં રિલીઝ થયેલી સફળ ફિલ્મોમાં સામેલ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર