રસપ્રદ : જ્યારે જીતેન્દ્રએ મિત્રના લવ લેટર પર પોતાનું નામ લખી દીધુ હતુ, જાણો કોને મળવા માટે ખોટું બોલી લંડન ગયા હતા
રસપ્રદ : જ્યારે જીતેન્દ્રએ મિત્રના લવ લેટર પર પોતાનું નામ લખી દીધુ હતુ, જાણો કોને મળવા માટે ખોટું બોલી લંડન ગયા હતા
જીતેન્દ્ર જન્મદિવસ
Jeetendra Birthday : બોલિવુડ સુપરસ્ટાર જીતેન્દ્ર (Jeetendra Kapoor) આજે તેમનો 80 મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે જીતેન્દ્રના લવ અને લગ્નનો એક રસપ્રદ કિસ્સો જોઈએ.
નવી દિલ્હીઃ બોલિવૂડના પીઢ અભિનેતા જિતેન્દ્ર (Jeetendra Kapoor) એ દાયકાઓ સુધી લોકોના દિલ પર રાજ કર્યું. લોકો તેમના ડાન્સથી તેમની ડાયલોગ ડિલિવરીની આજે પણ નકલ કરે છે. છોકરીઓ જીતેન્દ્ર માટે પાગલ હતી, જ્યારે જીતેન્દ્રનું દિલ શોભા પર આવી ગયું. 7 એપ્રિલે પોતાનો 80મો જન્મદિવસ ઉજવવા જઈ રહેલા જિતેન્દ્રએ 1974માં શોભા કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, એક સમય એવો હતો જ્યારે જીતેન્દ્રનું દિલ કોઈ બીજી યુવતી પર આવી ગયું હતું અને તેમણે લગ્ન કરવાનું તમામ પ્લાનિંગ કરી લીધું હતું. જોકે, આવું ન થઈ શક્યું કારણ કે બંને વચ્ચે અન્ય સુપરસ્ટાર આવી ગયા હતા.
વાસ્તવમાં જિતેન્દ્ર તત્કાલીન સુપરસ્ટાર અભિનેત્રી હેમા માલિનીને પસંદ કરવા લાગ્યા હતા, પરંતુ ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અફેરની પણ ચર્ચાઓ ચાલી રહી હતી. ખાસ વાત એ હતી કે, આ તે સમય હતો જ્યારે જીતેન્દ્રના ખાસ મિત્ર અને તેજસ્વી અભિનેતા સંજીવ કુમારનું દિલ પણ હેમા માલિની પર આવી ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજીવ કુમારે જિતેન્દ્રને કહ્યું હતું કે, તેણે પોતાનો પ્રેમ પત્ર હેમા માલિનીને પહોંચાડવો પડશે. જિતેન્દ્ર પણ આ માટે સંમત થયા હતા.
આખરે લગ્ન તૂટી ગયા
જિતેન્દ્ર સંજીવ કુમારનો પત્ર લઈને હેમા માલિનીના ઘરે પહોંચ્યો, પણ હેમા માલિનીને જોઈને બસ તેમને જોતા જ રહી ગયા. પછી શું હતું, તેમણે સંજીવ કુમારના પત્ર પર પોતાનું નામ લખી દીધુ. જીતેન્દ્રને હેમા માલિનીના માતા-પિતા પસંદ કરતા હતા. તેમને સંજીવ કુમાર અને ધર્મેન્દ્ર પસંદ નહોતા તેથી તેમણે જીતેન્દ્ર સાથે લગ્ન કરવાની હા પાડી. આ વાત સાંભળતા જ જીતેન્દ્રએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી, પરંતુ ધર્મેન્દ્રએ હેમા માલિનીને ફોન કરીને વાત કરી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
જિતેન્દ્રના લગ્ન થયા
કહેવાય છે કે ધર્મેન્દ્રએ હેમા માલિનીને ફોન કર્યો હતો અને હું મરી જઈશ જેવી તેવી ધમકી પણ આપી હતી. જે બાદ હેમા માલિનીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તો જિતેન્દ્રએ આગળ વધીને શોભા કપૂર સાથે લગ્ન કર્યા. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જીતેન્દ્ર અને શોભા લગ્ન પહેલા ઘણા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા.
જ્યારે તે ખોટું બોલીને શોભા કપૂરને મળવા લંડન પહોંચ્યા હતા
જિતેન્દ્રએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'લાંબા સમય સુધી કામ કર્યા બાદ એક સમય એવો આવ્યો જ્યારે હું બ્રેક લેવા માંગતો હતો. તે સમયે શોભા લંડનમાં એર હોસ્ટેસ હતી. મેં ફક્ત પરિવારના સભ્યોને ખોટું કહ્યું કે, હું શૂટિંગના સંબંધમાં બહાર જઈ રહ્યો છું. શોભાને મળવા હું લંડન ગયો અને જ્યાં શોભા રોકાતી હતી એ જ હોટેલમાં રોકાયો. એક દિવસ મેં શોભાના રૂમની બેલ વગાડી. તેણીએ દરવાજો ખોલ્યો અને મને જોઈને રડવા લાગી. મને જોઈને શોભા આશ્ચર્યચકિત થઈ ગઈ.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર