Home /News /entertainment /

જયેશભાઈ જોરદારમાં ફરી એકવાર રણવીર સિંહ ગુજરાતી યુવાનની ભૂમિકામાં, જુઓ શું કહ્યું - ગુજરાત અને ગુજરાતીઓ વિશે?

જયેશભાઈ જોરદારમાં ફરી એકવાર રણવીર સિંહ ગુજરાતી યુવાનની ભૂમિકામાં, જુઓ શું કહ્યું - ગુજરાત અને ગુજરાતીઓ વિશે?

જયેશભાઈ જોરદાર રણવીર સિંહ

રણવીર સિંહ (Ranveer Singh) જણાવે છે કે, હું રામ લીલામાં ગુજરાતી યુવાન બન્યા બાદ ફરી એક વાર જયેશભાઈ જોરદાર (Jayeshbhai Jordaar) ફિલ્મમાં ગુજરાતી યુવાનની ભુમિકા નિભાવી રહ્યો છુ. જયેશભાઈ જોરદારમાં એક ગુજરાતી યુવાન બનવાનો અને વિશ્વભરના ગુજરાતીઓ તરફથી એકવાર ફરી પ્રેમ મળવાનો વિચાર મને ઉત્સાહીત કરે છે

વધુ જુઓ ...
    સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) યશ રાજ ફિલ્મ્સ (Yash Raj Films)ના જયેશભાઈ જોરદાર (Jayeshbhai Jordaar)માં અભિનય કરી રહ્યો છે, જે એક બિગ સ્ક્રિન હિન્દી એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે. જે ઈન્ડિયન સિનેમા (Indian cinema)માં ભાગ્યે જ જોવા મળતા હીરોને રજૂ કરશે. સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની કલ્ટ ક્લાસિક રામ લીલામાં ગુજરાતી રોમિયો તરીકેના પોતાના અદ્ભુત અભિનય પછી તે મોટા પડદા પર ફરી એક ગુજરાતીની ભૂમિકા ભજવવા પરત ફરી રહ્યો છે. રામલીલામાં દિપીકા પાદુકોણ સાથેના તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો, આ વખતે પણ એક ગુજરાતીની ભૂમિકા ભજવવા માટે દુનિયાભરના ગુજરાતીઓ તરફથી તેને ફરી અઢળક પ્રેમ મળવાની વાતથી તે ખૂબ ઉત્સાહિત છે

    રણવીર જણાવે છે કે, હું રામ લીલા પછી ફરી એક ગુજરાતી યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છું, એક એવી ફિલ્મ જેણે મને આ ઈન્ડસ્ટ્રીમાં એક સ્ટાર તરીકે ઓળખ અપાવી હતી. રામ લીલાએ મને લોકો તરફથી ખાસ કરીને વિશ્વભરના ગુજરાતીઓ તરફથી અવિશ્વસનીય પ્રેમનો અનુભવ કરાવ્યો હતો, અત્યારે પણ જ્યારે હું કોઈ ગુજરાતીને મળું છું, ત્યારે તેઓ હંમેશા રામ લીલામાં મારો અભિનય કેટલો ગમ્યો તે વિશે ચોક્કસ ઉલ્લેખ કરે છે.

    ગુજરાત પ્રત્યેના તેમના પ્રેમ વિશે વાત કરતા સુપરસ્ટાર જણાવે છે કે, મને ગુજરાત વિશેની દરેક વસ્તુથી પ્રેમ છે – અહીંનુ કલ્ચર, વાઈબ્રન્સી, શ્રેષ્ઠ બનવાનો ઉત્સાહ અને સૌથી અગત્યનું અહીંનો લોકો તે મને ખૂબ ગમે છે. મને ખરેખર જયેશભાઈ જોરદારમાં એક ગુજરાતી યુવાન બનવાનો અને વિશ્વભરના ગુજરાતીઓ તરફથી એકવાર ફરી પ્રેમ મળવાનો વિચાર મને ઉત્સાહીત કરે છે. મને આશા છે કે બધાને આ ફિલ્મ ગમશે અને તેમાં મારો અભિનય પણ ગમશે. મેં ફિલ્મમાં મારું બેસ્ટ પરફોર્મન્સ છે અને મને ખબર છે કે અમારી પાસે દર્શકોને બતાવવા માટે એક ખાસ ફિલ્મ છે.

    રણવીરે વધુમાં કહ્યું કે જયેશ એક એવું પાત્ર છે, જેને પહેલા ક્યારેય બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. મેં મારા માટે કંઈક અનોખું કરવાનો પ્રયાસ કર્યો છે અને મને આશા છે કે તે લોકોને ખૂબ ગમશે, હું પોતે પણ બહુ ઉત્સાહિત છું. હું આ વખતે દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છું અને ફિલ્મના પાત્ર જયેશે મને આ કરવાની તક આપી છે.

    આ પણ વાંચોDasvi : અભિષેક બચ્ચનની 'દસવી' કેમ જોવા જેવી? અહીં જાણો, માત્ર 5 પોઈન્ટમાં

    યશરાજ ફિલ્મ્સની મચ અવેઈટેડ ફિલ્મ જયેશભાઈ જોરદારમાં અર્જુન રેડ્ડી ફેમ શાલિની પાંડે (Shalini Pandey) પણ જોવા મળશે જે આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મનુ ડાયરેક્શન દિવ્યાંગ ઠક્કર દ્વારા કરવામાં આવ્યુ છે. ફિલ્મ આ વર્ષે 13 મેના દિવસે રિલઝ કરવામાં આવશે.
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Ranveer Singh

    આગામી સમાચાર