Home /News /entertainment /Jayeshbhai Jordaar Trailer: ફિલ્મમાં જોવા મળશે જયેશભાઈની જોરદાર ફન રાઈડ, સામાજમાં થતા દૂષણ દૂર કરવાનો એક પ્રયાસ

Jayeshbhai Jordaar Trailer: ફિલ્મમાં જોવા મળશે જયેશભાઈની જોરદાર ફન રાઈડ, સામાજમાં થતા દૂષણ દૂર કરવાનો એક પ્રયાસ

જયેશભાઈ જોરદાર ટ્રેલર

Jayeshbhai Jordaar Trailer : રણવીર સિંહ (Ranveer Singh) એ દર્શકોને પ્રોમીસ કર્યું છે કે ફિલ્મ જયેશભાઈ જોરદાર (Jayeshbhai Jordaar) માં તેનું પાત્ર એવું છે જે બોલીવુડે પહેલા ક્યારેય જોયું નથી.

  Jayeshbhai Jordaar Trailer: જયેશભાઈ જોરદારનું ટ્રેલર આજે રિલીઝ થયું છે, જેમાં રણવીરને એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં તે શાલિની પાંડે (અર્જુન રેડ્ડી અભિનેત્રી) નો પતિ અને એક દીકરીનો પિતા પણ છે. તેના પિતા ગામના સરપંચ છે અને તે પાત્ર બોમન ઈરાની દ્વારા ભજવવામાં આવ્યું છે. આ સાથે જ રત્ના પાઠક શાહ દ્વારા તેના માતાની ભૂમિકા ભજવવામાં આવી છે, જે પૌત્ર મેળવવા માટે તત્પર છે.

  આ દરમિયાન રણવીર સિંહ (Ranveer Singh) એ દર્શકોને પ્રેમીસ કર્યું છે કે ફિલ્મ જયેશભાઈ જોરદાર (Jayeshbhai Jordaar)માં તેનું પાત્ર એવું છે જે બોલીવુડે પહેલા ક્યારેય જોયું નથી. આ પાત્રને આપણે ટેલિવિઝન પરના કેટલાક પાત્રો સાથે સરખાવી શકીએ છીએ. મોટા પડદાના દર્શકો તેના પર કેવી પ્રતિક્રિયા આપે છે એ વાત જોવાનુ રસપ્રદ રહેશે.

  ટ્રેલર એક હિલેરિયસ સ્થિતી સાથે શરૂ થાય છે. સરપંચને શાળાની બહાર નશામાં ધૂત શખ્સો છોકરીઓની છેડતી કરતાં હોવાની ફરિયાદ સાંભળતા હોય છે. તેનો સોલ્યુશનમાં ઉપયોગમાં લેવાતા ફ્રેગ્રેન્ટ સાબુને દોષી ઠેરવવામાં આવે છે, કારણ આપવામાં આવે છે કે આ સાબુથી પુરુષો આકર્ષાય છે. જ્યારે તેને ખબર પડે છે કે તેની વહુ બીજી પુત્રીને જન્મ આપવા જઈ રહી છે, ત્યારે પરિસ્થિતી વધુ ખરાબ થઈ જાય છે. પત્નીને લોકોના ગુસ્સા અને નારાજગીથી બચાવી શકાય તે માટે જયેશભાઈ પત્ની અને પુત્રીને લઈને ઘરેથી ભાગી જાય છે.

  ટ્રેલરને જોતા બાકીની ફિલ્મ એક મોટી ચેઝ સિક્વન્સ હોય તેવું લાગે છે, જેમાં રણવીર તેના પરિવાર અને બાળકની સુરક્ષા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવા વાતાવરણમાંથી બહાર આવવા છતાં તે એક પ્રગતિશીલ માણસ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે તેના પિતા જેવા જ જુના વિચારોને અનુસરતો નથી.

  " isDesktop="true" id="1200842" >

  આજે ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા રણવીરે કહ્યું હતું કે, તેને આ ફિલ્મનો ભાગ બનવાનો આનંદ છે. જયેશભાઈ જોરદાર એક અનોખો અનુભવ છે કારણ કે તેણે મને હિન્દી સિનેમામાં કોઈ રેફરન્સ પોઈન્ટ વગરનું પાત્ર બનવા તરફ ધકેલ્યો છે. જયેશભાઈ તમારો ટિપિકલ હીરો નથી. જ્યારે તેની સાથે હદ પાર થાય છે ત્યારે સાહસ બતાવે છે અને મારા મત મુજબ, તે હિન્દી સિનેમાના સૌથી લવેબલ હીરોમાંથી એક છે.

  આ પણ વાંચોJanhvi Kapoor : જ્હાન્વી કપૂરે વિકેન્ડ ટ્રિપ પર મિત્રો સાથે કરી મસ્તી, જુઓ એક્ટ્રેસના વાયરલ ફોટા

  તેણે ઉમેર્યું હતું કે, તેને કોમેડીમાં અસામાન્ય ભૂમિકા ભજવવાની ખૂબ જ મજા આવી. મારું પાત્ર ખૂબ જ હોશિયાર છે અને તેનું દિલ એકદમ સાફ છે. સ્ક્રિપ્ટ ખૂબ મહત્વની છે. તમને આવી ફિલ્મો દરરોજ જોવા મળતી નથી. તે માનવ ભાવનાની દર્શાવે છે જે તમને અંદરથી ભરી દેશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Movie Trailer, Ranveer Singh, Trailer, Trailer out

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन