Jayeshbhai Jordaar Title Song Out: સામે આવ્યો જયેશભાઈનો 'જોરદાર' અંદાજ, લોકોને પસંદ આવી Ranveer Singhની સ્ટાઈલ
Jayeshbhai Jordaar Title Song Out: સામે આવ્યો જયેશભાઈનો 'જોરદાર' અંદાજ, લોકોને પસંદ આવી Ranveer Singhની સ્ટાઈલ
'જયેશભાઈ જોરદાર'નું ટાઈટલ ટ્રેક લોકોને પસંદ આવી રહ્યું છે.
'જયેશભાઈ જોરદાર' (Jayeshbhai Jordaar) આ મહિનાની 13 તારીખે સિનેમાઘરો (Theater)માં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ (Jayeshbhai Jordaar title song Out) જોયા બાદ ચાહકોની ઉત્તેજનાનું સ્તર વધુ વધી ગયું છે.
રણવીર સિંહની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર' (Jayeshbhai Jordaar) આ દિવસોમાં ચર્ચામાં છે. ફિલ્મનું ટાઈટલ સોંગ આજે રિલીઝ કરવામાં આવ્યું છે (Jayeshbhai Jordaar title song Out), જેના દ્વારા ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મમાં રણવીર સિંહ (Ranveer Singh)નું પાત્ર 'જોરદાર' બનવા જઈ રહ્યું છે. ચાહકો લાંબા સમયથી ફિલ્મના ટાઈટલ ટ્રેકની રાહ જોઈ રહ્યા હતા. આ ગીતમાં આખી ફિલ્મની એક નાની ઝલક બતાવવામાં આવી છે, જેમાં રણવીર સિંહ પોતાની સ્ટાઈલથી બધાને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.
રણવીર સિંહ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આ મહિનાની 13 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ જોયા બાદ ચાહકોની ઉત્તેજનાનું સ્તર વધુ વધી ગયું છે.
1 મિનિટ 32 સેકન્ડનું ગીત
1 મિનિટ 32 સેકન્ડના આ ગીતમાં ઘણી લાઈનો છે જે ચાહકોને આકર્ષી રહી છે. ફિલ્મના આ ગીતને વિશાલ દદલાની અને કીર્તિ સાગઠિયાએ અવાજ આપ્યો છે.
રણવીર સિંહે આ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું છે
રણવીર સિંહે આ ગીતનો એક નાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે, 'ગાના સુના ક્યા?' આ વીડિયોની કોમેન્ટ પર ચાહકો ગીતના વખાણ કરી રહ્યા છે.
રણવીર સિંહ ગુજરાતી છોકરા તરીકે
ગીતની વાત કરીએ તો ફિલ્મના ટાઈટલ ટ્રેક 'ભાઈ તો એક દમ જોરદાર છે'માં રણવીર સિંહ એક સાદા ગુજરાતી છોકરાની ભૂમિકામાં જોવા મળે છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જયેશભાઈ તેમની પત્ની સાથે સાદું જીવન જીવવામાં માને છે. ગીતમાં જયેશ ક્યારેક તેની પત્ની સાથે થોડો રોમેન્ટિક બનવાનો પ્રયાસ કરતો જોવા મળે છે તો ક્યારેક તે તેના પિતાથી બચવા માટે બહાના શોધતો જોવા મળે છે.
લોકો કરી રહ્યા છે ટિપ્પણી
ગીત જોયા બાદ એક યુઝરે લખ્યું છે, 'જોરદાર ગીત હૈ અને જોરદાર ફિલ્મ આને વાલી હૈ'. એક યુઝરે લખ્યું, 'રણવીર સિંહ+જેઠાલાલ'. ત્યારે અન્ય એકે લખ્યું 'જોરદાર વિઝ્યુઅલ્સ'.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર